ઈંગ્લેન્ડના કેપ્ટન રૃટે ભારત સામેની પ્રથમ ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ચોથું સ્થાન હાંસલ કરીને કોહલીને પાછળ રાખી દીધો છે. ભારતીય કેપ્ટન કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પહેલા જ બોલે આઉટ થયો હતો. વરસાદના વિઘ્નને કારણે ડ્રોમાં પરિણમેલી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં તેને બેટીંગની તક મળી નહતી. આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં કોહલી પાંચમા ક્રમે છે.
ન્યૂઝિલેન્ડના કેપ્ટન વિલિયમસન પ્રથમ સ્થાને છે. તો બીજા ક્રમે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ છે. ઉપરાંત, ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો જ માર્કસ લાબુશૅન છે. ત્યારબાદ ચોથા ક્રમે રૃટ, પાંચમાં ક્રમે આગળ જણાવ્યું એ મુજબ કોહલી, છઠ્ઠા ક્રમે રોહિત શર્મા અને સાતમા ક્રમે ભારતના જ રિષભ પંતનો સમાવેશ થાય છે.
ટેસ્ટ બોલર્સમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક ટોચ પર છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ૧૧૦ રન આપતાં નવ વિકેટ ઝડપી હતી. જેના કારણે તે ટેસ્ટ બોલર્સમાં ટોપ-૧૦મા પાછો ફર્યો છે. તેને નવમો ક્રમ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડનો એન્ડરસન એક ક્રમના સુધારા સાથે સાતમા સ્થાને આવી ગયો છે.