10 વર્ષની બાળકીએ જીદ કરી મોદીને મળવું છે, પપ્પા માન્યા નહીં તો મેલ કરી દીધો

આ મામલો છે મહારાષ્ટ્રના સાંસદ સંજય બિખે પાટિલની દિકરી સાથે જોડાયેલો. જ્યારે 10 વર્ષની બાળકીએ વડાપ્રધાન મોદીને મેલ કર્યો અને વડાપ્રધાન મોદીએ પણ આ બાળકી ને રીપ્લાય કર્યો અને તેની સાથે મુલાકાત કરી હતી.

મહારાષ્ટ્રના મોટા નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલની પૌત્રી અને સુજય વિખે પાટીલની દિકરીએ પ્રધાનમંત્રી મોદીને મળવાની જીદ કરી. પણ પિતા સુજય પાટિલ આ વાતને હંમેશા ટાળી દેતા. તેમની દિકરી અનિશા કેટલાય દિવસથી આ વાત લઈને બેઠી હતી. સુજય પાટિલ રોજ કહેતા હતા કે, બેટા તે પ્રધાનમંત્રી છે. કામ પર છે. પણ બાળકીની જીદ તો ચાલુ જ રહી. તો એક દિવસ દિકરી અનિશાએ પિતાના ઈમેલ પરથી ડાયરેક્ટ વડાપ્રધાન મોદીને મેલ કરી દીધો.

આ મેલમાં લખ્યુ હતું કે, હું અનિશા છુ અને હું આપને મળવા માગુ છું. જો કે, થોડી વારમાં તેની વાતનો જવાબ આવ્યો. હરખનો પાર ન રહ્યો. સામેથી વડાપ્રધાને તુરંત જવાબ આપતા અનિશાની ઈચ્છા પુરી થઈ ગઈ. પ્રધાન મંત્રી મોદી એ જવાબ માં લખ્યું કે, દોડી ને આવી જાવ!

બીજા દિવસે વિખે પાટિલનો પરિવાર તમામ સભ્યો સાથે પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચી ગયો. જ્યાં સૌથી પહેલા વડાપ્રધાન પૂછ્યુ અનિશા ક્યાં છે ? ત્યાર બાદ તેમણે 10 મીનિટ સુધી એકલા અનિશા સાથે વાત કરી. અનિશાને ચોકલેટ પણ આપી. ત્યાર બાદ ફરી વાતો કરવા લાગ્યા. થોડી વારમાં અનિશાએ વડાપ્રધાનને પુછવાનું શરૂ કર્યું; શું આ તમારી ઓફિસ છે? શું તમે અહીં બેસો છો? આ આપનું કાર્યાલય છે? કેટલી મોટી ઓફિસ છે આ !

તો વળી વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યા હતા. હા આ મારુ કાર્યાલય છે, હું તને મળવા આવ્યો હતો, કારણ કે તું આવી હતી. હું અહીં તમારી સાથે વાત કરવા આવ્યો છું. જ્યારે પીએમ મોદી જવાબ આપી રહ્યા હતા તો અનિશાએ ફરી સવાલ કર્યો, શું તમે ગુજરાતના છો ? તો આપ રાષ્ટ્રપતિ ક્યારે બનશો, તો મોદી હસવા લાગ્યા. અને ત્યાં ઉપસ્થિત બધા જ લોકો હસવું રોકી ના શક્યા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીને બાળકો ને મળવાનું અને તેમની સાથે વાતો કરવાનું ખુબ જ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *