એવું તો શું થશે કે દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે?

ભારતની  મોદી સરકાર(PM Modi Goverment) દ્વારા આમ આદમીને સગવડ આપવા માટે એક મોટી અને સારી પહેલ કરવામાં આવી હતી. સરકાર દ્વારા જન ધન(Jan Dhan ) ખાતું ખોલવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન ધન યોજના (Jan Dhan Yojana)અંતર્ગત સરકારે દેશના દરેક ગરીબ વ્યક્તિને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા માટે આ યોજનાને શરૂ કરી અને તેના લાભ બતાવ્યા હતા પરંતુ સરકારના તમામ પ્રયાસો બાદ પણ દેશમાં લગભગ 5.82 કરોડ જન ધન ખાતાઓ નિષ્ક્રિય સ્થિતિમાં છે. આનો અર્થ એ થાય છે કે આ ખાતાઓમાં કોઈ વ્યવહાર થતો નથી.

એક સવાલના જવાબમાં નાણામંત્રાલયે(finance ministry of india) રાજ્યસભા(Rajyasabha)માં આ ખુલાસો કર્યો હતો. નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 28 જુલાઈ, 2021 સુધી દેશના લગભગ 5.82 કરોડ જન ધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે. આ ખાતાઓમાં મહિલાઓના ખાતાઓની સંખ્યા લગભગ 2.02 કરોડ છે.અત્યાર સુધીમાં દેશમાં લગભગ 42.83 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં લગભગ 1.43 લાખ કરોડ રૂપિયા જમા છે પરંતુ સાથે સાથે નિષ્ક્રિય ખાતાઓની વધતી સંખ્યા પણ સરકાર માટે ચિંતાનો વિષય છે.

ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર આવા ખાતાઓ જેમાં લગભગ 2 વર્ષ સુધી કોઈ વ્યવહાર નથી તે નિષ્ક્રિય માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જન ધન ખાતાઓમાં 5.82 કરોડ ખાતા છે જેમાં બે વર્ષ સુધી કોઈ વ્યવહાર થયો નથી. જો તમારું જન ધન ખાતું પણ નિષ્ક્રિય થઈ ગયું છે તો તમારે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સરકાર તરફથી સબસિડી અથવા અન્ય યોજના હેઠળ આવતા નાણાં આ ખાતામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમારું જન ધન ખાતું નિષ્ક્રિય કરવામાં આવ્યું છે તો તમે તમામ સરકારી લાભોથી વંચિત રહી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *