સમગ્ર દેશ આજે 75 મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ ભારતના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આખો દેશ આ પ્રસંગને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. પોતાની માતૃભૂમિને ગુલામી માંથી મુક્ત કરવા માટે દેશના કરોડો પુત્રોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને તેમની બહાદુરીથી બ્રિટીશ સામ્રાજ્યનો પાયો હચમચાવી દીધો હતો. આ દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી.
દેશના 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા અને કામના કરી કે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવથી દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના આવે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું, ’75 મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતના લાવે. જય હિન્દ.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા આઝાદી માટે જનઆંદોલન બનાવનારા તમામ લડવૈયાઓને શ્રધ્ધાંજલી અર્પી હતી. આઝાદી માટે લડનારા તમામને યાદ કર્યા. વડાપ્રધાને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર સહીતના મહાનુભવાનુ ઋણી હોવાનું જણાવ્યુ.
PM મોદીએ તેમની સ્પિચમાં કહ્યું કે ભારતે વર્ષો સુધી માતૃભૂમિ, આઝાદી માટે સંધર્ષ કર્યો છે, જય પરાજય આવતો રહ્યો પણ મનમાં વસેલી આઝાદીની આકાંક્ષાને ઓછી નથી થવા દીધી તેઓ નમનને હકદાર છે.
વિશ્વ સમાચાર તરફ થી તમામ વાચકમિત્રો ને ૭૫ માં સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ…