વૈશ્વિક મહામારી કોરોના (Corona Virus)ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ઘણા રાજ્યોએ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ફરીથી નેગેટિવ RTPCR રિપોર્ટનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. જો કે હવેની સ્થિતી અગાઉની પરિસ્થિતિથી કરતા અલગ છે. જે લોકોને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે તેઓ તેમનું રસીકરણનું પ્રમાણપત્ર બતાવી શકે છે અને તેમને કોવિડ રિપોર્ટની જરૂર રહેશે નહીં. બીજું કેટલાક કારણોસર સ્થાનિક લોકોને કોરોના રિપોર્ટની જરૂર પડશે.
દેશમાં હાલની પરિસ્થિતિ થોડા રાજ્યો સિવાય કાબુ માં છે, પરંતુ કેન્દ્ર સતત ચેતવણી આપી રહ્યું છે કે બેદરકાર બનવાની જરૂર નથી કારણ કે ઓગસ્ટમાં મોહરમ, ઓનામ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવારો આવે છે. આવી પરીસ્થિતિમાં આ મુસાફરી માટેના પ્રતિબંધોને નિવારક પગલાં તરીકે જોઈ શકાય છે.
નીચે જણાવેલ રાજ્યોમાં RT-PCR ટેસ્ટ જરૂરી
તમિલનાડુ (કેરળથી આવતા લોકો માટે)
કર્ણાટક (મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકો માટે)
હિમાચલ પ્રદેશ (તમામ પ્રવાસીઓ માટે)
છત્તીસગઢ (તમામ પ્રવાસીઓ માટે)
ગોવા (કેરળથી આવતા લોકો માટે)
પંજાબ (તમામ પ્રવાસીઓ માટે)
પશ્ચિમ બંગાળ (પૂણે, મુંબઈ અને ચેન્નઈના પ્રવાસીઓ માટે)
મહારાષ્ટ્ર (તમામ પ્રવાસીઓ માટે)
ઉત્તર પ્રદેશ (મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુના પ્રવાસીઓ માટે)
ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટી સંખ્યામાં લોકોને રસીના બંને ડોઝ અપાઈ ગયા છે. કેટલાક રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે વેક્સીનના બંને ડોઝ લીધેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ કેટલાક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેક્સિન સર્ટીફીકેટ પૂરતું નથી. તાજેતરના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. ઉદાહરણ તરીકે બેંગલુરુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકોએ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે, પછી ભલે તેમને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હોય.