ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ૫૪ સભ્યોની ટીમ ભાગ લેવા તૈયાર

ગુજરાતની ઓલ્મ્પિક ની જેમ જ પેરલીમ્પિક માં પણ ત્રણ દીકરીઓ પણ ભાગ લેશે.. બેડમિંટન ખેલાડી પારૃલ પરમાર તેમજ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલ સહિતની ૫૪ સભ્યોની ભારતીય પેરાલિમ્પિક ટીમ ટોક્યોમાં યોજાનારા દિવ્યાંગોના ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે રવાના થઈ હતી. દિવ્યાંગો માટેના ઓલિમ્પિક કે જે પેરાલિમ્પિક તરીકે ઓળખાય છે, તેનો પ્રારંભ તારીખ ૨૪મી ઓગસ્ટથી ટોક્યોમાં જ થશે. ભારતને આ વખતે ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર દેખાવની આશા છે. જેવલીન થ્રોમાં બે વખત પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો દેવેન્દ્ર ઝાઝરિયા ગોલ્ડન હેટ્રિક સર્જવા માટે આતુર છે. જ્યારે રિયો ઓલિમ્પિકની હાઈ જમ્પની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો મરિયપ્પન પણ ટોક્યોમાં ગોલ્ડન પર્ફોમન્સ આપવા માટે આતુર છે.

ભારતીય પેરાલિમ્પિક ટીમને સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે એક વર્ચ્યુઅલ સમારંભમાં વિદાય આપી હતી. ભારતીય પેરાલિમ્પિક ટીમ આ વખતે ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ભારતે ૨૦૧૬ના રિયો પેરાલિમ્પિકમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં બે ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિકમાં ખેલાડીઓની દિવ્યાંગતાના આધારે વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવે છે, અને તેના આધારે ખેલાડીઓ જે તે કેટેગરીમાં ભાગ લે છે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૬ના પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારો દેવેન્દ્ર એફ-૪૬ જેવલીન થ્રો ઈવેન્ટમાં ભાગ લેશે. જ્યારે મરિયપ્પન ટી-૬૩ કેટેગરીની હાઈ જમ્પની ઈવેન્ટમાં ઉતરશે. જેવલીન થ્રોની એફ-૬૪ કેટેગરીની ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન સંદીપ ચૌધરી ગોલ્ડ માટે દાવેદારી નોંધાવશે.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ વિવિધ નવ રમતોમાં સ્પર્ધા કરશે. રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર મરિયપ્પન પેરાલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતનો ફ્લેગ બેરર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *