AAR: ઈ-વાઉચર પર પણ 18% જીએસટી લેવામાં આવશે

INDIA: કર્ણાટકની AAR- ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે સેલ્સ પ્રમોશન કંપનીઓ અને અન્ય કંપનીઓ દ્વારા જારી કરવામાં આવતા ઈ-વાઉચર(E- Voucher) પર જીએસટી લગાવવાના ટેક્નિકલ મુદ્દાનું સમાધાન આપી દીધું છે.  ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે વ્યવસ્થા સૂચવી છે કે ઈ-વાઉચરમાં કારોબાર કરનારી સેલ્સ પ્રમોશન કંપનીઓને ૧૮ ટકાના દરે જીએસટીની ચુકવણી કરવાની રહેશે અને તેઓએ પોતાના માસિક અથવા ત્રિમાસિક સેલ્સ રિટર્નમાં તેને દર્શાવવાનું રહેશે.

AAR દ્વારા માર્કેટિંગ સેવાઓ પૂરી પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ વાત કહેવામાં આવી હતી. ઓફર કરેલી સેવાઓના ભાગરૂપે અરજદાર ઈ-વાઉચરોના સપ્લાયમાં પણ સોદો કરે છે. આ વાઉચરને ખરીદવાવાળા પણ પોતાના ગ્રાહકોને તે જારી કરે છે, જે તેનો ઉપયોગ માલ અને સેવાઓ ખરીદવા માટે કરે છે.ઓથોરિટીએ નિયમો નક્કી કર્યા છે કે ઇ-વાઉચર્સ જીએસટીમાંથી મુક્તિના દાયરામાં આવતા નથી. આવું એટલા માટે છે કે અરજદારના ગ્રાહકો દ્વારા તેને ખરીદદારને આપવામાં આવે છે. આ ઉપરાંત ઈ-વાઉચરો પર ૧૮ ટકા જીએસટી લાગશે કેમ કે તે અવશિષ્ટ શ્રેણીમાં આવે છે.

ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે તે પણ કહ્યું છે કે અરજદાર વાઉચર્સના રિડમ્પશનથી વાકેફ ન હોવાથી, સપ્લાયની તારીખ સેલ્સ રિટર્ન ફાઈલ કરવામાં સપ્લાયની તારીખ તરીકે ગણવામાં આવશે. ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓને માસિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વાઉચરો પર હંમેશા ટેક્નિકલ સમસ્યા રહી છે કેમ કે તેમાં ઘણા પક્ષ સામેલ હોય છે એવુ કેપીએમજીમાં ઈન્ડાયરેક્ટ ટેક્સના પાર્ટનર હરપ્રીત સિંહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *