આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ

 અરવિંદ કેજરીવાલના જન્મદિવસે જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલી જાણી-અજાણી વાતો..

એક સામાન્ય પરિવારથી આવનારા અરવિંદ કેજરીવાલની રાજકીય સફર અન્ના આંદોલન (Anna Andolan)થી શરૂ થઈ હતી. વર્ષ 2014માં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election)માં 70માંથી 67 સીટો જીતીને આમ આદમી પાર્ટીએ તમામ રાજકીય પાર્ટીઓને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. કેજરીવાલની આ જીતથી એવા સંકેત મળ્યા હતા કે દિલ્હીની જનતા હવે એવી વ્યક્તિને સત્તા સોંપવા માંગે છે જે તેમની સમસ્યાઓનો સાચા અર્થમાં ઉકેલ લાવે.

અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતા ગોવિંદ રામ જિંદલ સ્ટ્રિપ્સમાં ઇલેક્ટ્રિકલ એન્જિનયરના હોદ્દા પર કામ કરતા હતા. એક સામાનય પરિવારના વડા ગોવિંદ રામના ત્રણ દીકરા અને દીકરી છે. આ વાત ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે અરવિંદ કેજરીવાલે પોતાનું પ્રાથમિક શિક્ષણ મિશનરી સ્કૂલમાં લીધું છે. મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરવાના કારણે નાનપણથી જ તેમને ચર્ચમાં પ્રાર્થના કરવા પ્રત્યે ઘણો લગાવ રહ્યો છે. ચર્ચ ઉપરાંત ઘરમાં હિન્દુ રીત-રિવાજથી પૂજા જોવાના કારણે તેમની ધાર્મિક આસ્થા પણ વધારે છે. કેજરીવાલ હનુમાનજી માં પણ આસ્થા ધરાવે છે. તેમને જાહેર કાર્યક્રમોમાં હનુમાન ચાલીસાનું પાઠ કરતાં પણ જોવા મળ્યા છે.

અરવિંદ કેજરીવાલે 1985માં 17 વર્ષની ઉંમરમાં આઈઆઈટી(IIT)ની પરીક્ષા પાસ કરી લીધી. તેમનો 563મો રેન્ક આવ્યો અને કોલેજ મળી- આઈઆઈટી ખડગપુર. અહીં તેઓ મિકેનિકલ એન્જિનિયરના વિદ્યાર્થી હતા. 1989માં અહીંથી પાસઆઉટ થયા પછી કેજરીવાલને ટાટા સ્ટીલમાં નોકરી મળી ગઈ. પોસ્ટિંગ મળી જમશેદપુરમાં. અહીં કેજરીવાલે ત્રણ વર્ષ સુધી નોકરી કરી. તે પછી તેમને સિવિલ એક્ઝામ તરફ ધ્યાન લગાવવા માટે 1992માં નોકરી છોડી દીધી.

આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્હી ચૂંટણીમાં હિસ્સો લીધો. ચૂંટણીમાં પાર્ટીએ 28 સીટો જીતી. કેજરીવાલે મુખ્યમંત્રી શીલા દિક્ષિતને 25,864 વોટોથી હરાવ્યા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના આઠ સભ્ય, જનતા દળનો એક સભ્ય અને એક સ્વતંત્ર સભ્યની મદદથી લઘુમતી સરકારની રચના કરી. પરંતુ 14 ફેબ્રુઆરી 2014માં તેમને રાજીનામું આપી દીધું. રાજીનામા પાછળનું કારણ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ના લાવી શક્યા હોવાનું જણાવ્યું. તે પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું.

2015માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે શાનદાર જીત મેળવી.  આ મુદ્દાઓ પર તેમણે 2020ની ચૂંટણી લડી અને બીજેપી જેવી ભારે ચૂંટણી મશીનરીને દિલ્હીમાં ખુબ જ ખરાબ રીતે હાર આપી દીધી. આજે કેજરીવાલે શપથ લીધા બાદ પોતાની જીતને દિલ્હીની જીત ગણાવી હતી. બીજેપી ને માત્ર ત્રણ સીટો મળી. આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટો પર જીત મળી. કેજરીવાલ સરકારના પાંચ વર્ષોમાં શરૂઆતના ત્રણ વર્ષ ખૂબ જ ઉથલ-પાથલવાળા રહ્યાં. ક્યારેક કેન્દ્ર સરકાર તો ક્યારેક એલજી સાથે ટકરાવના સમાચાર આવ્યા. કેજરીવાલે ઘણી બધી વખત કેન્દ્ર સરકાર પર કામ ના કરવા દેવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમની ‘મુફ્ત વિજળી અને પાણી’ની સુવિધાઓ ખુબ જ લોકપ્રિય થઈ. દિલ્હીની શાળાઓમાં ઈનોવેશન અને મોહલ્લા ક્લીનિકના તેમના કામોની પણ લોકોએ ખુબ પ્રશંસા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *