Indian Idol 12 ના વિજેતા ઘોષિત, પવનદીપે જીતી ટ્રોફી

પવનદીપે 5 સ્પર્ધકોને એટલે કે અરુણિતા કાંજીલાલ (Arunita kanjilal), સાયલી કાંબલે, દાનિશ, નિહાલ અને સન્મુખપ્રિયાને હરાવીને આ જીત મેળવી છે. પવનદીપ માટે આ ઘણી અઘરી સ્પર્ધા હતી, પણ હંમેશની જેમ પવનદીપે દર્શકોના દિલ જીતી લીધા અને ટ્રોફી જીતી. તમને જણાવી દઈએ કે આ શોની શરૂઆતથી પવનદીપે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. એવો કોઈ દિવસ નહોતો જ્યારે શોના જજોએ તેની પ્રશંસા ન કરી હોય. પવનદીપ રાજને ઈન્ડિયન (Pawandeep Rajan) આઈડલ 12 ની (Indian Idol 12) ટ્રોફી જીતી લીધી છે.

પવનદીપની ખાસિયત એ છે કે તે જેટલો સારો ગાયક છે તેટલો જ તે એક મ્યુઝીક આર્ટીસ્ટ પણ છે. એવું કોઈ ઈન્સ્ટ્રૂમેન્ટ નથી જે પવનદીપે આ શોમાં ન વગાડ્યું હોય. તે દરેક પર્ફોર્મન્સમાં ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પરફોર્મ કરતો હતો. પવનદીપે ફાઈનલમાં પહોંચ્યો તે પહેલા જ હિમેશ રેશમિયા સાથે તેના 2 ગીતો રિલીઝ થઇ ગયા છે. તેણે હિમેશના આલ્બમમાં 2 ગીતો ગાયા છે તે પણ અરુણિતા કાંજીલાલ સાથે. ફિનાલે પહેલા થયેલા એપિસોડમાં, કરણ જોહર મહેમાન બનીને આવ્યા હતા. આ એપિસોડમાં પણ પવનદીપને ખાસ ભેટ મળી હતી. પવનદીપની ગાયિકી જોઈને કરણે તેમની ફિલ્મોમાં ગાવાની તક આપવાની ઘોષણા કરી છે.

પવનદીપે આ સિઝનની ટ્રોફી જ નહીં પણ લોકોના દિલ પણ જીતી લીધા છે. મોટી વાત એ છે કે ઉત્તરાખંડમાં તેના નામે એક રોડ પણ બનાવવામાં આવ્યો છે. શોના સ્પર્ધકો માટે અને પવનદીપના ચાહકો માટે આ એક મોટી વાત છે. 12 કલાક ચાલેલા ફિનાલેમાં પવનદીપ રાજને ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ અરુણિતાએ (Arunita kanjilal) બીજા નંબરે પોતાનું સ્થાન બનાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *