IND vs ENG: ભારે ઉતાર ચડાવ બાદ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ મેચ માં રોમાંચિત વિજય

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ માં ભારતે જોરદાર વિજય મેળવ્યો હતો.  ભારતે 151 રને ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપ થી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમ્યાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી.

મેચ ની પ્રથમ ઇનીંગમાં ભારતે કે.એલ રાહુલના શતક વડે ઇંગ્લેન્ડ સામે 364 રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન 180 રનની અણનમ રમત રમીને ભારત પર 27 રનની સરસાઇ અપાવી હતી. આમ ઇંગ્લેન્ડે પણ ભારતની લીડ મેળવવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી સહિતના બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે પુજારા અને રહાણેએ રમતની જવાબદારી સ્વિકારી ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી દીધી હતી.

અંતિમ અને પાંચમાં દિવસે બુમરાહ અને શામીએ બેટીંગની જવાબદારી લઇ ઇંગ્લેન્ડ સામે મજબૂત પડકાર સર્જ્યો હતો. બંને એ એવા સમયે બેટીંગ કરી હતી જ્યારે ફરી એકવાર ભારત પર મુશ્કેલીના વાદળ છવાયા હતા. શામીએ પોતાની ફીફટી 70 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારી પુરી કરી હતી. શામીએ અણનમ 56 રન બનાવ્યા હતા. 64 બોલનો સામનો કરતા બુમરાહે ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા.

આમ ભારતે ઇંગ્લેન્ડ સામે લંચ બાદ 8 વિકેટે 298 રને પોતાનો દાવ ડીકલેર કર્યો હતો. જેને લઇને ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર, 27 રનની લીડને લઇ રાખ્યો હતો. ઇંગ્લેન્ડ ના બંને ઓપનરો શૂન્ય રન કરીને જ આઉટ થયા હતા. ઇંગ્લેન્ડના બેટ્સમેનોની વિકેટ ભારતીય બોલરોએ એક બાદ એક ઝડપતા રહ્યા હતા. બુમરાહ અને શામીએ જેમ બેટીંગમાં રમત દર્શાવી હતી તેવી જ રીતે તેઓે બોલીંગની શરુઆત કરી હતી. બુમરાહે 3 વિકેટ મેળવી હતી. જયારે મંહમદ શામીએ 1 વિકેટ મેળવી હતી. મંહમદ સિરાજે 4 વિકેટ મેળવી હતી. ઇશાંત શર્માએ 2 વિકેટ મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *