બીમારી નો મારો: અમદાવાદમાં બાળકોમાં મચ્છર અને પાણીજન્ય બીમારીઓ એકાએક વધી

વાતાવરણ માં થઇ રહેલા ફેરફાર ના કારણે શહેરમાં બિમારીઓ ઘર કરી રહી છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા દોઢ મહિનામાં ઋુતુગત બિમારીને કારણે 5800 બાળકોએ સારવાર લીધી છે.

વરસાદી માહોલ ગરમી અને બફારો આમ એકસાથે અલગ અલગ ઋતુના અનુભવના કારણે બાળકોમાં અલગ અલગ બીમારીના કેસ વધ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં 5800 જેટલા બાળકો OPD મા આવ્યા હતા. જેમાં 1500 થી વધારે બાળકોને ગંભીર અસર દેખતા દાખલ કરવા પડયા હતા. બાળકોમાં ઋતુગત બીમારીઓ નું પ્રમાણ વધતાં દૈનિક 200 જેટલા બાળકો સિવિલમાં સારવાર માટે આવી રહ્યાં છે. દૈનિક 30 જેટલા બાળકોને ગંભીર અસર જણાતા એડમિટ કરવા પડે છે.

સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, બાળકોમાં અલગ અલગ બીમારીના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો નોંધાયો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલની ઓપીડી બાળ દર્દીઓથી ઊભરાઈ રહી છે. સિવિલમાં જુલાઈમાં 2800થી વધુ બાળકો ઓપીડીમાં નોંધાયા હતા, એક હજાર બાળકોને તો ગંભીર અસર દેખાતાં દાખલ કરાયા હતા, જ્યારે ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 2890 જેટલા બાળકો સિવિલમાં નોંધાયા છે, જે પૈકી 550 થી વધુ બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *