જો આપને પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું છે, તો આપના માટે આ ખૂબ ફાયદાની વાત છે . અહીં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારી અમુક એવી વેબસાઈટ વિશે જણાવીશું , જેના દ્વારા આપ ફ્રીમાં ટેક્સ ફાઈલ કરી શકો છો. આ વેબસાઈટ પર આપને પોતાનું ફોર્મ- 16ને જમા કરાવાનું રહેશે, આ ઉપરાંત પોતાની સેલરી અને ઈન્કમ સાથે જોડાયેલી જાણકારી આપવાની રહેશે. નાણાકીય વર્ષ 2020-21 માટે આઈટીઆર(ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે.
આવક વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્નની ઈ ફાઈલીંગ માટે એક પોર્ટલ બનાવ્યુ છે. જેના દ્વાર આપ આપનો ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ ઉપરાંત અમુક ખાનગી સંસ્થાની વેબસાઈટ દ્વારા પણ આપ ફ્રીમાં ઈ ફાઈલીંગની સુવિધા આપે છે.
- ક્લિયર ટેક્સ ટેક્સપેયર્સને આવક વિભાગની વેબસાઈટમાં લોગ ઈન કર્યા વગર ડાયરેક્ટર આઈટીઆર ભરવાની મંજૂરી આપે છે. જણાવી દઈએ કે, આ પ્લેટફોર્મ આપમેળે જ આવકના આધારે ITR ફાઈલ કરવા વિશે જાણકારી આપે છે.
- MyITreturn આવક વિભાગ સાથે રજીસ્ટર્ડ વેબસાઈટ છે. જે ગ્રાહકોને ફ્રીમા ટેક્સ ફાઈલ કરવાની સુવિધા આપે છે. MyITreturn વેબસાઈટ પર ITR ફાઈલ કરવા માટે ગ્રાહકોને અમુક સામાન્ય સવાલોના જવાબ આપવાના રહેશે. આ સવાલ ટેક્સપેયરની સેલરી, હોમ, રોકાણ સાથે જોડાયેલા હશે. આ સવાલો દ્વારા આપના ઈન્કમ ટેક્સનું સરવૈયુ કાઢવામાં આવશે.
- Eztax પણ ફ્રી ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપે છે. આ સાથે કોઈ પણ ટેક્સ તૈયાર કરવા માટે ફોર્મ 16 અપલોડ કરી શકો છો. આ ઉપરાંત ટેક્સ ઓપ્ટિમાઈઝર રિપોર્ટ મેળવી શકો છો અને ઈ ફાઈલ ફ્રીમાં કરી શકો છો.તેના વિશે Eztaxની વેબસાઈટ પર સમગ્ર વિગતો મળી જશે.
- ક્વિકો પણ 100 ટકા ફ્રીમાં ITR ફાઈલ કરવાનો દાવો કરે છે. આ વેબસાઈટ પર કહેવાય છે કે, સેલરી અને ઈન્કમ જનરેટ કરનાર વ્યક્તિ દ્વારા ફ્રીમાં આઈટીઆર ફાઈલીંગ કરી શકાય છે.