ભાવનગરમાં કોંગ્રેસની પૂર્વ અને વર્તમાન મહિલા અધ્યક્ષ વચ્ચે બુધવારના રોજ જબરદસ્ત મારામારી થઇ હતી. કોંગ્રેસએ બુધવારના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમ્યાન બંને મહિલા નેતા અંદરોઅંદર બાખડી હતી. ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા નેતાઓ બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે, કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન કોંગ્રેસની બે મહિલા આગેવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બંને મહિલા આગેવાનોએ એકબીજાનું ગળું પકડી લીધું હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણાં લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને આ બંને આગેવાનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
જો કે કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને મહિલા નેતાઓને જુદા પાડી મામલો થાળે પાડ્યો હતો. ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા પણ થઈ હતી. આ ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.