બોલીવુડ ના સલમાનખાન ભલે સુપર સ્ટાર હોય પણ કાયદા આગળ બધા સરખા છે તેવો અનુભવ તેને મુંબઈના એરપોર્ટ પર થયો હતો.
સલમાન ખાન ટાઈગર ઝિન્દા હૈના ત્રીજા પાર્ટ માટે હવે શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરિના નાજરે પડશે. ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાન અને કેટરિના રશિયા જવા રવાના થઈ ગયા છે. જોકે એ પહેલા મુંબઈ એરપોર્ટનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાનખાનને સીઆઈએસએફના એક અધિકારી ગેટ પર જ રોકીને તેની આઈડી ચેક કરી રહ્યા છે.
સલમાન અને કેટરિના જેવા એરપોર્ટ પહોંચ્યા કે ફોટોગ્રાફરો તેમની તસવીર ક્લિક કરવા માટે ઘેરી વળ્યા હતા. સલમાનખાને મીડિયાને પોઝ આપ્યા બાદ એરપોર્ટના મેઈન ગેટથી અંદર જવા લાગ્યો ત્યારે એક ઓફિસરે સિક્યુરિટી ચેક માટે રોકી લીધો હતો. પોતાની ડ્યુટી કરનારા આ ઓફિસરના સોશિયલ મીડિયા પર ભારે વખાણ પણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યુ હતુ કે, ડ્યુટી કરવા માટે ઓફિસરને સેલ્યુટ. તો અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, આ જ તો યુનિફોર્મની તાકાત છે.
સલમાનની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો ટાઈગર ઝિન્દા હૈના ત્રીજા પાર્ટમાં સલમાન ખાનની સામે ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં નજરે પડવાનો છે.