ચીનના એક ટોચના અધિકારી વાંગ યાંગના કહેવા પ્રમાણે તિબેટીયન લોકોએ ચીની ભાષા બોલવા અને લખવા માટે દરેક રીતના પ્રયત્નો કરવાની જરૂર છે. સાથે જ તેમણે તિબેટીયનોએ ચીની રાષ્ટ્ર સાથે સંકળાયેલા સાંસ્કૃતિક પ્રતીકો અને છબિઓ શેર કરવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું.
વાંગે આ ટિપ્પણી બૌદ્ધ નેતાઓના ગૃહ ક્ષેત્ર લ્હાસાના પોટાલા પૈલેસ સામે ચીની આક્રમણની 70મી વર્ષગાંઠ વખતે કરી હતી. ટીકાકારોના કહેવા પ્રમાણે ચીન દ્વારા તિબેટમાં પોતાની સંસ્કૃતિ થોપવાની કાર્યવાહી પરંપરાગત બૌદ્ધ સંસ્કૃતિના પતનનું કારણ બની શકે છે. ચીને આ આયોજનમાં તિબેટીયન અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પોતાના પ્રયત્નો પર પ્રકાશ ફેંકીને નિર્વાસિત દલાઈ લામાને અલગાવવાદી નેતા ગણાવીને તેમની નિંદા કરી હતી.
ચીને તિબેટમાં પોતાની વિસ્તારવાદી નીતિ જાળવી રાખી છે. તે ત્યાંના લોકોને દેશના આંતરિયાળ ક્ષેત્રોમાં નોકરી માટે મોકલી રહ્યું છે અને ચીની મંદારિન ભાષા શીખવા માટે પણ મજબૂર કરી રહ્યું છે. દલાઈ લામાના મૂળ નિવાસ પોટાલા પૈલેસ સામે ચીની અધિકારીએ કહ્યું કે, 1959માં લામાનો વિદ્રોહ નિષ્ફળ રહ્યો અને તે ભારત ભાગી ગયા. હવે તિબેટનો યોગ્ય રીતે વિકાસ થઈ રહ્યો છે.