રક્ષાબંધન (Raksha Bandhan) ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. આ પ્રેમ અને સ્નેહનો તહેવાર આજે 22 ઓગસ્ટના રોજ છે. શ્રાવણ માસની (Shravan 2021) પૂર્ણિમાના દિવસે આ તહેવારની ઊજવણી કરવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા અને તેના સુખી જીવનની પ્રાર્થના કરે છે તેમજ ભાઈના હાથ પર રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે અમૃત યોગ બની રહ્યો છે. અમૃત યોગમાં રક્ષાબંધનની (Raksha Bandhan)ઊજવણી કરવાથી ભાઈ અને બહેનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર દિવસે વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધીને ભાઈ બનાવી લીધો હતો. અહીંયા રક્ષાબંધનના શુભ મુહૂર્તની (raksha bandhan)જાણકારી આપવામાં આવી છે. આ સાથે એ પણ જણાવાયું છે કે આજે કયા દોઢ કલાકમાં રાખડી ન બાંધવી જોઇએ.
રાખડી બાંધવાનું મુહૂર્તની વાત કરીએ તો આજે રાખડી બાંધવાનો સમય- સવારે 6:15 થી સાંજે 5:31સુધી, રાખડી બાંધવાનું સૌથી શુભ મુહૂર્ત- બપોરે 1 : 42થી 4 : 18 સુધી છે. જ્યારે રક્ષાબંધનના દિવસે ભદ્રા અંતનો સમય- 6.15 AM થાય છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે અમૃત યોગ બની રહ્યો છે. અમૃત યોગમાં રક્ષાબંધનની (Raksha Bandhan)ઊજવણી કરવાથી ભાઈ અને બહેનને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર દિવસે વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધીને ભાઈ બનાવી લીધો હતો.
જ્યોતિષીઓના મતે સૂર્યોદય 6:15ના છે અને તે પહેલાં ભદ્રા સમાપ્ત થઇ જાય છે તેથી રક્ષાબંધનનો સંપૂર્ણ દિવસ શુદ્ધ રહેશે. જ્યોતિષી અનુસાર, આ વખતે રક્ષાબંધને આખો દિવસ શુદ્ધ રહેશે. ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. રક્ષાબંધનમાં આ વખતે સાંજે 5:29થી 7:05 રાહુ કાળ છે અને રાહુ કાળના સમયમાં રક્ષાબંધન ઉજવવી ન જોઇએ. રક્ષાબંધનના દિવસે સવારે વહેલા નાહીને તૈયાર થઈ જાવ અને ભગવાનની પૂજા કરો. તાંબા, પિત્તળ અથવા ચાંદીની થાળી લો અને તેમાં રાખડી, ચોખા અને કંકુ રાખો. ત્યારબાદ તે થાળીને પૂજાના સ્થાન પર રાખો અને ભગવાનને તે અર્પણ કરો. તમારા ભાઈને પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને બેસાડો અને ત્યાર બાદ રાખડી બાંધવાની પ્રક્રિયા શરૂ કરો. રાખડી બાંધતા સમયે ભાઈના માથા પર એક રૂમાલ હોવો જોઈએ. ત્યારબાદ ભાઈના માથા પર તિલક કરો, ત્યારબાદ ચોખા લગાવો અને થોડુ કંકુ છાંટો. હવે થાળીમાં દીવો કરીને ભાઈની આરતી ઉતારો, આ પ્રકારે કરવાથી ભાઈને ખરાબ નજર સામે રક્ષણ મળે છે. ભાઈના હાથ પર રાખડી બાંધો અને ‘ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।’ મંત્રનું ઉચ્ચારણ કરો. ભાઈ અને બહેન એકબીજાનું મોઢું મીઠુ કરો. જો ભાઈ મોટો હોય તો બહેન ભાઈના ચરણ સ્પર્શ કરે અને આશિર્વાદ મેળવે. જો બહેન મોટી હોય તો ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ મેળવે છે. ભાઈ બહેનને ભેટ આપીને પરંપરાનું પાલન કરે છે.