દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર, હોલમાર્કિંગ યુનિક આઈડી સામે વિરોધ નોંધાવશે

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલ (GJC) એ દેશવ્યાપી ‘પ્રતીકાત્મક હડતાલ’ નું એલાન આપ્યું છે. HUID (hallmark unique identification number) સાથે સોનાના દાગીનાના Hallmarkingને મનસ્વી રીતે લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આજે આંદોલનનું હથિયાર ઉગામવાની જાહેરાત કરાઈ છે. સરકારે સુવર્ણકારોને મનાવવા પ્રયત્નો પણ કર્યા હતા . ગુજરાતમાં પણ હડતાલનું એલાન કરાયું છે જોકે કેટલાક સંગઠનોએ હડતાલમાં નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે.

જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUID સામે વિરોધ કર્યો છે. આજે દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર છે. જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક બરાબર છે પરંતુ HUID કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહિ. જ્વેલર્સના નેશનલ ટાસ્ક ફોર્સે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં હોલ માર્કિંગ પ્રક્રિયાના મનસ્વી અમલના વિરોધમાં જ્વેલર્સ આજે 23 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સાંકેતિક હડતાલ પર ઉતરશે.

HUID છે શું? HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલ માર્ક જ્વેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે . HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે, તેનું વજન શું છે, જ્વેલરી શું છે? કોને વેચવામાં આવ્યા હતા વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *