સુપ્રીમ કોર્ટેનું નિવેદન: ફક્ત આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ન આપી શકાય

અનામતને લઇને વિવાદો ચાલી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ન આપી શકાય. એટલે કે આર્થિક આધારે જ અનામત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. આ સાથે જ હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેમની વાર્ષીક આવક ત્રણ લાખ રૂપિયા હોય તેમને પ્રાથમિક્તા આપવાના હરિયાણા સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો. હરિયાણા સરકારે ઓબીસી અનામત મુદ્દે ૧૭ ઓગસ્ટ, ૨૦૧૬ અને ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના જે આદેશ આપ્યા હતા તેને રદ કરાયા છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે માત્ર આર્થિક આધારે જ અનામત ન આપી શકાય, ઇંદ્રા સાહનીના ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પછાત વર્ગમાં ક્રીમી લેયરની ઓળખ સામાજિક, આર્થિક તેમજ અન્ય આધાર પર થશે. ઓળખનો આધાર માત્ર આર્થિક ન હોઇ શકે. હરિયાણા સરકારે અનામતનો લાભ આપવા માટે માત્ર આર્થિક સ્થિતિને જ આધાર માન્યો છે જે મોટી ભુલ છે અને તેથી તેને રદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *