પેટ્રોલ ડીઝલનાં ભાવ (Petrol diesel price) વધારા બાદ લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સીએનજીનાં ભાવમાં (Todays CNG price) પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં 7 લાખ વાહન ચાલકોને સીધી અસર થઇ છે. અદાણી (Adani gas) બાદ હવે ગુજરાત ગેસે (Gujarat Gas) પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના (PNG) ભાવમાં કોઈ વધારો કર્યો નથી.
ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. રાજ્યમાં સાત લાખ CNG વાહનો છે તે તમામને આ ભાવ વધારાની સીધી અસર પડશે. ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. . ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ 55.30 રૂપિયા છે. નોંધનીય છે કે, અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગત ફેબ્રુઆરી મહિનામાં કેમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં વધારો કર્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા તે લીટર દીઠ રુપિયા 100ની નજીક પહોંચી જતા મોંઘવારી તો વધી જ છે. બીજી તરફ લોકોના ખર્ચમાં વધારો થતા નવા ટુ વ્હીલર તેમજ પેસેન્જર વાહનોની માગમાં ઘટાડો થયો છે. ઊદભવેલ આ પ્રતિકૂળતાના વિકલ્પ તરીકે લોકો હવે સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. તેમાં પણ લોકો દ્વારા સીએનજી વાહનોને પ્રાધાન્ય અપાતા વિતેલા 2020-21ના નાણાંકીય વર્ષ દરમિયાન સીએનજી વાહનોના વેચાણમાં નોંધપાત્ર એવો 49 ટકાનો વધારો નોંધાયો હતો.
પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતો (Diesel Price Today)માં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદથી કિંમતો સ્થિર છે. બીજી તરફ, દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચેલી છે. દેશમાં ઈંધણ (Fuel Rates on Record High) રેકોર્ડ હાઇ પણ વેચાઈ રહ્યા છે. તેના કારણે જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ પણ સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે, એવામાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.