ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી, મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackery) તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યત્વે OBC અને અન્ય અનામતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે,પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadanvis)પણ આ બેઠકમાં હાજરી આપશે. ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જેથી હવે ગ્રુપ A અને ગ્રુપ B ના અધિકારીઓના મૃત્યુ પર કુટુંબના સભ્યોને પણ નોકરી આપવામાં આવશે.

શુક્રવારે બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે સરકારી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપી છે. હાલમાં, સરકારી સેવામાં ગ્રુપ C અથવા ગ્રુપ D ના કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના એક સભ્યને સરકારી સેવામાં નિમણૂક આપવામાં આવે છે. પરંતુ હવેથી રાજ્ય કેબિનેટે હવે ગ્રુપ A અને ગ્રુપ Bના અધિકારીઓના કિસ્સામાં પણ આ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોના સમયે ઘણા અધિકારીઓના મૃત્યુ બાદ અધિકારીઓના સંગઠનો તરફથી માંગ કરવામાં આવી હતી કે તેમના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે, જેથી કેબિનેટ બેઠકમાં(Cabinet meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ હતુ કે,”આગામી સમયમાં 1200 ડોક્ટરોની ભરતી કરવામાં આવશે.” આ સાથે 7,000થી વધુ પેરામેડિકલ સ્ટાફની (Peramedical Staff)પણ ભરતી કરવામાં આવશે.” કેબિનેટની બેઠકમાં આશા કામદારોના પગારમાં 1500 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તેનાથી 71 હજાર આશા વર્કરોને ફાયદો થશે. આ માટે અંદાજે 275 કરોડ રૂપિયા બજેટમાં (Budget)સામેલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *