જો તમે ટ્રેનમાં રિઝર્વેશન (Train Reservation) કરાવ્યું છે અને હવે કોઇ કારણોસર તે રિઝર્વેશનને કેન્સલ કરાવવા માંગો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. જો તમે ટિકિટ કેન્સલ કરાવતા પહેલાં રેલવેના આ ખાસ નિયમ જાણી લેશો તો તમારા ઘણાં રૂપિયા બચી જશે. હકીકતમાં, તમારે ટિકિટ કેન્સલ કરાવતા પહેલાં સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ટ્રેન છૂટ્યાના 30 મિનિટ પહેલા બુક ટિકિટ કેન્સલ કરાવવા પર તમને ટિકિટની અમૂક રકમ પરત મળશે પરંતુ જો 30 મિનિટથી ઓછો સમય બાકી રહી ગયો હોય તો તમને કોઇ રિફંડ નહીં મળે.
રિઝર્વેશન ક્લાસ અને ટાઇમિંગ અનુસાર Cancellation Charge અલગ અલગ છે. તેવામાં કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર તમને કેટલું રિફંડ મળશે. તેની પૂરી જાણકારી erail.in પરથી પણ મેળવી શકાય છે. erail.inના હોમ પેજ પર રિફંડનું સેક્શન છે જેમાં રિફંડની પૂરી ગાઇડલાઇન્સ જણાવવામાં આવી છે. અહીં વિઝિટ કરીને તમે તમામ જાણકારી લઇ શકો છો.
રેલવેના નિયમ અનુસાર, જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને ટ્રેનમાં રિઝર્વ ટિકિટ તમે કેન્સલ કરાવવા માંગતા હોય પંતુ ટ્રેન છૂટવામાં 4 કલાકથી ઓછો સમય રહી ગયો છે તો તમને રિફંડ તરીકે કંઇ નહીં મળે. 4 કલાક કરતાં વધુ સમય બચ્યો હોય તો તમને 50 ટકા સુધી રિફંડ મળી શકે છે. એટલે કે તમે ટિકિટ કેન્સલ કરાવવા માંગતા હોય તો સમયનું ખાસ ધ્યાન રાખો.
જો ટિકિટ કન્ફર્મ છે અને ટ્રેન ઉપડવાના 12 કલાક પહેલા અને 48 કલાક પહેલાની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો રેલવે દરેક પેસેન્જર પર ટિકિટ મૂલ્યાનાં ઓછામાં ઓછા 25 ટકા અથવા ટિકિટ કેન્સલ કરાવવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયામાંથી જે વધુ હશે, તે ચાર્જ લેશે. જો તમારી ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે અને ટ્રેન ઉપડતા પહેલા 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવામાં આવી રહી છે તો રેલવે ટિકિટ ક્લાસના હિસાબે અલગ અલગ ચાર્જ વસૂલે છે. સેકેન્ડ ક્લાસની ટિકિટ કેન્સલ કરાવવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયા, સેકેન્ડ ક્લાસ સ્લીપર પર 120 રૂપિયા, એસી-3 પર 180 રૂપિયા, એસી-2 પર 200 અને ફર્સ્ટ એસી એક્ઝિક્યુટીન ક્લાસ પર 240 રૂપિયાનું ચાર્જ કપાય છે. જો તમે સ્લીપર ક્લાસમાં રિઝર્વેશન કરાવ્યુ છે અને તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે અથવા આરએસી છે તો તમારે ટ્રેન ઉપડ્યાના 30 મિનિટ પહેલા ટિકિટ કેન્સલ કરાવવાની રહેશે. 30 મિનિટ પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર રેલવે પ્રતિ યાત્રી 60 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.