ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ સો. મીડિયા પર વિરાટ સહિતના ક્રિકેટરો ટ્રોલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 76 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી હતી. ભારતે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ(Batting)  કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો નિર્ણય સાચો સાબિત થયો ન હતો અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ક્રિકેટ ટીમની આ હારની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચાલી રહી છે.

ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ હારી જતાં જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થયો. કેટલાક લોકો હાર અને જીતના કારણોનું વિશ્લેષણ કરી રહ્યા છે, જ્યારે  ઘણા લોકો ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન માટે ઘણા ક્રિકેટરને જવાબદાર ગણાવ્યા હતા. તાજેતરમાં #INDvsENG ટ્વિટર પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઘણા લોકોએ ટીમ ઇન્ડિયાની Team india) હાર બાદ વિવિધ રમૂજી મીમ્સ અને જોક્સ પણ શેર કર્યા હતા. આ રમુજી મીમ્સ જોઈને તમને પણ ખુબ હસવુ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *