ગુજરાતનું ગૌરવ: ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો!

ભાવિનાએ પોતાની પ્રથમ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે.આ વખતે ભારતમાંથી 54 ખેલાડીઓ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ), બેડમિન્ટન, સ્વિમિંગ, પાવરલિફ્ટિંગ સહિત 9 રમતોમાં ભાગ લેશે.

ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસ (Table tennis)ની ક્લાસ ફોર ઇવેન્ટમાં મહિલા પેડલર ભાવિના પટેલે પોતાની શાનદાર રમતથી આ મેડલ આપ્યો હતો. ઇતિહાસ રચતી વખતે ભાવિનાએ આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ (Silver medal) જીતીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાવિનાએ પોતાની પ્રથમ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશને મેડલ અપાવ્યો છે.

ગુજરાતના વડનગરથી આવતા ભાવિનાએ પોતાની મજબૂત રમતથી વિશ્વના નંબર 2, વર્લ્ડ નંબર 3 જેવા તમામ વિરોધીઓને હરાવ્યા છે. આ અર્થમાં પણ, એવું માનવામાં આવે છે કે, તે ચેમ્પિયન બનશે. ભાવિનાના પતિ નિકુલ પટેલે કહ્યું- ઈચ્છા શક્તિ તેની સૌથી મોટી તાકાત છે, જેના કારણે તે પોતાના વિરોધીઓને હરાવી રહી હોય તેવું લાગે છે.

ફાઇનલ મેચમાં ભાવિનાને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આ હાર વિશ્વના નંબર વન ચાઇના પેડલરના હાથે મળી, ચાઇનીઝ પેડલરે ભાવિનાને 7-11, 5-11, 6-11થી હરાવી હતી.

ભાવિના પટેલે અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાનું અભિયાન જોરશોરથી શરૂ કર્યું હતું. તેની ટુર્નામેન્ટની સફરમાં તેણે વર્લ્ડ નંબર 2, વર્લ્ડ નંબર 3 જેવા ખેલાડીઓને ધૂળ ચટાવી હતી. તેણીને રમતા જોઈને એવું લાગ્યું ન હતું કે, તે પહેલી વાર પેરાલિમ્પિક્સ રમતોના મંચ પર ઉતરી છે. પરંતુ, સનસનાટી મચાવી રહેલી ભાવિના ગોલ્ડ મેડલ મેચ જીતવામાં સફળ રહી શકી ન હતી. વિશ્વની નંબર 12 ભાવિનાને ગોલ્ડ મેડલની લડાઈમાં વિશ્વની નંબર વન ચીનની ઝોઉ જિંગના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ આજે મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલ ( (bhavina patel))ની આ પ્રથમ પેરાલિમ્પિક્સ (Paralympics) છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે.ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *