બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં મુકાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા પાંચ કલાકથી દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. જેમના પર મની લોન્ડરિંગનો કેસ પહેલેથી જ નોંધાયેલ છે.
રોહિણી જેલમાં સુનાવણી હેઠળ સુકેશ પર એક ઉદ્યોગપતિ પાસેથી એક વર્ષમાં 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આ સિવાય સુકેશ સામે ખંડણીની 20 અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.
જેક્લીન આજકાલ તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં તે ફિલ્મ ભૂત પોલીસના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. બંનેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જેક્લીન સાથે અર્જુન કપૂર, સૈફ અલી ખાન અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.