માઇગ્રેન એક ન્યૂરૉલૉજિકલ કન્ડીશન છે જેમાં માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઇગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરનો કોઇ ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર અવાજ તેમજ રોશનીમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યા થવા લાગે છે. જો કે આ કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે છે પરંતુ મહિલાઓ માઇગ્રેનની વધુ શિકાર બને છે. આ ઉપરાંત માતા અથવા પિતામાં કોઇને માઇગ્રેનની ફરિયાદ રહે છે તો શક્ય છે કે બાળકો પણ તેના શિકાર બની જાય.
જો તમે ક્રોનિક માઇગ્રેનથી ગ્રસ્ત છો તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. જો કે, ભોજન અને લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરીને પણ થોડીક રાહત મેળવી શકો છો, આ સાથે જ કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવીને પણ તમે આ દુખાવાથી બચી શકો છો.
જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય, બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં ઘણો આરામ મળશે.
– દરરોજ સવારે ખાલી પેટ થોડોક ગોળનો ટુકડો મોઢામાં રાખો અને ઠંડાં દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેઇનના દુખાવામાં ઘણો આરામ મળે છે.
– આદુનો એક નાનકડો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો અને તેને ચૂસતાં રહો. માઇગ્રેઇનના દુખાવાને ઓછો કરવામાં મદદ મળશે.
– તજને દળીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. દુખાવાથી રાહત મળશે.
– લવિંગના પાઉડરમાં મીઠું નાંખીને તેને દૂધની સાથે પી લો.
– તીવ્ર રોશનીથી પણ માઇગ્રેઇનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેઇનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય તેટલું દૂર રહો.
– ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેઇનની સમસ્યામાં આરામ મળે છે.