બેન્કિંગ કર્મચારીઓ માટે નાણાં મંત્રાલયે નવી પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ કોન્ટ્રીબ્યુશનમાં તેનો હિસ્સો વધારવાની જાહેરાત કરી છે. નાણાકીય સેવાઓ વિભાગ (DFS) ના સચિવ દેબાશિષ પાંડાએ જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત બેંકોએ તેમના કર્મચારીઓ માટે NPS યોગદાનમાં 40 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં, જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓના પેન્શન ફંડ (NPS) માં બેંકોનું યોગદાન 10 ટકા છે. હવે તે 40 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે, જોકે કર્મચારી દ્વારા લઘુતમ યોગદાન 10 ટકા રાખવામાં આવ્યું છે. તેની ગણતરી મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું અને મૂળભૂત પગાર ઉમેરીને તેની ગણતરી કરવામાં આવે છે. આ જાહેરાત સાથે જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ માટે NPS નો નિયમ કેન્દ્રીય કર્મચારીઓ જેવો બની ગયો છે.
નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ, કેન્દ્રિય કર્મચારીઓ માટે સરકાર દ્વારા ફાળો મૂળભૂત અને મોંઘવારી ભથ્થાના 14 ટકા રાખવામાં આવ્યો છે અને કર્મચારીનું લઘુતમ યોગદાન 10 ટકા રાખવામાં આવ્યું છે. હવે બેન્કિંગ કર્મચારીઓને પણ આનો લાભ મળશે. આ નિયમના અમલને કારણે બેન્કિંગ કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ વધુ રહેશે.
આ સિવાય નાણાં મંત્રાલયે બેંકિંગ કર્મચારીઓના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જો કોઈ બેંક કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારને પેન્શન તરીકે છેલ્લા પગારના 30 ટકા મળશે. અગાઉ આવા કેસોમાં કૌટુંબિક પેન્શન 9284 રૂપિયા હતું.