મેડિકલ સુપર સ્પેશ્યાલિટી માટેની નીટની તારીખ જાહેર કરી દેવાઈ છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાનારી આ પરીક્ષા આ વર્ષે ખૂબ જ મોડી નવેમ્બરમાં લેવાશે.૧૩ થી ૧૪ નવેમ્બર એમ બે દિવસે પરીક્ષા લેવાશે.ઉપરાંત આ વર્ષે એક્ઝામ પેટર્ન પણ બદલી દેવાઈ છે.
પીજી મેડિકલ પછીના ડીએમ-એમસીએચ સુપર સ્પેશ્યાલિટી કોર્સીસમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે બે દિવસ લેવાશે.ઉપરાંત કોરોનાને લીધે દેશમાં પીજી મેડિકલની ફાઈનલ પરીક્ષાઓ મોડી થતા અને અન્ય નીટ પરીક્ષાઓ મોડી થતા સુપર સ્પેશ્યાલિટી માટેની નીટ ઘણી મોડી લેવાઈ રહી છે.ગત વર્ષે ૧૫ સપ્ટેમ્બરે એક જ દિવસમાં સુપર સ્પેશ્યાલિટી નીટ લેવાઈ હતી.
આ વર્ષે ૧૩ અને ૧૪ નવેમ્બરે એમ બે દિવસ કોમ્પ્યુટર આધારીત ૧૦૦ એમસીક્યુ પ્રશ્નોની અઢી -અઢી કલાકની પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાશે.દેશના ૫૫ શહેરોમાં આ પરીક્ષા આ લેવાશે અને જેમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં કુલ ૧૦૦ પ્રશ્નો પુછાશે.આ વર્ષે ગુ્રપવાઈઝ પરીક્ષા લેવાઈ રહી છે.જેમાં ૧૩મીએ ૨થી૪ઃ૩૦ કેટલાક ગુ્રપ માટે અને ૧૪મીએ ૩થી ૫ઃ૩૦ કેટલાક અન્ય ગુ્રપ માટે પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટેની ઓનલાઈન એપ્લિકેશન ૧૪ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટબર સુધી થઈ શકશે.આ વર્ષે એપ્લિકેશન ફીમાં પણ વધારો થયો છે.