ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ અને ‘બિગ બોસ 13’નાં વિનર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું કાલે સવારે હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તે ઇન્ડસ્ટ્રીનો એક ઉગતો સ્ટાર હતો. માત્ર 40 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઇ જતાં તેનાં ચાહકોને ઝટકો લાગે છે.
સવારે 3 વાગ્યે જ્યારે તેની માતા મેડિટેશન માટે ઉઠી ત્યારે માતાએ જોયુ કે સિદ્ધાર્થ સુઈ રહ્યો છે તેથી તે બીજા રૂમમાં જતી રહી. પણ મેડિટેશનથી આવ્યાં બાદ માએ જોયુ કે, કોઇ હલચલ નથી તે જેમ સુતો હતો તેમ જ સુતો હતો અને ત્યારે સવારનાં 5 વાગ્યા હતાં. જે બાદ તેણે તેની દીકરીઓને બોલાવી જે આ જ બિલ્ડિંગમાં રહે છે. દીકરીઓનાં આવ્યાં બાદ તેમણે જોઇને ફેમિલી ડોક્ટરને બોલાવ્યો. સવારે 7થી 8 વાગ્યાની વચ્ચે ફેમિલી ડોક્ટર ધરમપાલ પહોચ્યાં. તેમણે સિદ્ધાર્થને કૂપર હોસ્પિલ લઇ જવાની સલાહ આપી હતી. સાડા આઠ વાગ્યે એમ્બ્યૂલન્સ પહોંચી અને સિદ્ધાર્થને લઇ કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
9.25 પર સિદ્ધાર્થનાં પરિવારનાં લોકો હોસ્પિટલ લઇ તેને પહોંચ્યા. આશરે 10.30 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પરિવારનાં ડોક્ટરે સિદ્ધાર્થને વધુ વર્કઆઉટ ન કરવાની સલાહ આપી હતી. સિદ્ધાર્થ દરરોજ ત્રણથી ચાર કલાક વર્કઆઉટ કરતો હતો. સિદ્ધાર્થ શુક્લાનાં અચાનક નિધનથી આખી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. સ્મોલ સ્ક્રીનથી લઇ બિગ સ્ક્રીન સુધી તમામ સિતારાઓએ નમ આંખે તેને શ્રદ્ધાંજલિ આપી છે.