એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે કહ્યું હતું કે તેણે મની લોન્ડરિંગના કેસમાં રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના રાજ્યસભાના સાંસદ અમરેન્દરસિંઘ ધારીની રૂ. 14.34 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટોની રસીદો ગુરૂવારે જપ્ત કરી લીધી હતી. આ કેસ ખાતર કૌભાંડ અને રૂ. 685 કરોડની લાંચ આપવાના કેસ સાથે સંકળાયેલો છે.
એજન્સીએ આ કેસમાં 61 વર્ષિય સાંસદની ગત જૂનમાં ધરપકડ કરી હતી અને હાલ તે જામીન ઉપર હતા. આ સાંસદ દુબઇ સ્થિત જ્યોતિ કોર્પોરેશન કંપનીના માલિક પણ છે. 31 ઓગસ્ટના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત રાજદના રાજ્યસભાના સાંસદ અમરેન્દરસિંઘ ધારીની માલિકીની રૂ. 14.34 કરોડ રૂપિયાના મૂલ્યની ફિક્સ ડિપોઝીટોની રસીદોને જપ્ત કરી લેવામાં આવી છે.
ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ યુ. એસ.અવસ્થી સામે હાલ ચાલી રહેલી તપાસના સંદર્ભે રાજદના સાંસદની ફિક્સ ડિપોઝીચો જપ્ત કરાઇ હતી એમ ઇડી દ્વારા ગુરૂવારે બહાર પડાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. એજ્ન્સીએ આરોપ મૂક્યો હતો કે સાંસદે રોકડનાણાનાં સ્વરૂપમાં ગુનો આચર્યો હતો.