ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વખતે શૂટિંગમાં ગોલ્ડ મળ્યું છે અને તે 19 વર્ષના શૂટર મનીષ નરવાલે જીત્યું છે. મનીષે પુરુષોની 50 મીટર પિસ્તોલમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
મનીષ નરવાલે મેચમાં ધીમી શરૂઆત કરી હતી. એક સમયે તે છઠ્ઠા નંબરે પણ સરકી ગયો હતો. પરંતુ તે પછી તેણે પુનરાગમન કરવાનું શરૂ કર્યું અને પછી તેના સંપૂર્ણ લક્ષ્ય સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. તે જ સમયે, 39 વર્ષીય શૂટર સિંહરાજને શરૂઆતથી જ ટોપ 3 માં સ્થાન મળ્યું હતું.
India strikes GOLD ! 🥇
Manish Narwal what a fabulous victory!
Congratulations on also holding the World Record in this category!• Mixed 50m Pistol SH1 Final
• score of 218.2
• New Paralympics Record.#Cheer4India #Praise4Para pic.twitter.com/SEhVxXdA3m— Anurag Thakur (@ianuragthakur) September 4, 2021
સિંહરાજ અધનાએ ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો છે. મનીષ અને સિંઘરાજ વચ્ચે જબરદસ્ત ગોલ્ડ મેડલ લડાઈ હતી, જેમાં 19 વર્ષીય ભારતીય શૂટર જીત્યો હતો. મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારતના બેડમિન્ટન ખેલાડી (Badminton Player) સુહાસ યથીરાજે (Suhas Yathiraj) ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં શાનદાર શરૂઆત કરી છે. તેણે તેની પુરુષ સિંગલ્સ શ્રેણી SL4- ગ્રુપ A ની પ્રથમ મેચ જીતી છે. સુહાસે આ મેચ સરળતાથી જીતી લીધી.
આ મેચમાં તેણે જર્મનીના નિકલાસ પોટના પડકારનો સામનો કર્યો હતો. આજે બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે.