ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલ ઓવલ ટેસ્ટ (Oval Test) મેચના બીજા દિવસે, મેદાન પર ઘુસી આવેલા ડેનિયલ જાર્વો (Daniel Jarvo) ની ધરપકડ કરવામાં આવી છે. જાર્વો તરીકે ઓળખાતી આ વ્યક્તિ શ્રેણીમાં ત્રીજી વખત મેદાનમાં ઉતરી આવી હતી. અગાઉ તે લોર્ડ્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ફિલ્ડીંગ કરવા માટે ઘુસી આવ્યો હતો. ત્યારબાદ હેડિંગ્લે ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. જાર્વો હંમેશા ભારતીય ટીમ (Team India) ની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કરે છે. લંચ પહેલા બીજા દિવસે તે ભારત માટે બોલિંગ કરવા મેદાનમાં ઘૂસી આવ્યો હતો.
ભારતીય ટીમની જર્સીમાં લોર્ડ્સમાં મેદાન ફીલ્ડીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાર્વિસ જ્યારે ઉમેશ યાદવ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે, બોલીંગ કરતો દોડતો જોવા મળ્યો હતો. તે બીજા છેડે ઉભેલા જોની બેયરસ્ટો સાથે પણ અથડાયો હતો. બાદમાં તેને મેદાનની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો. જો કે યોર્કશાયર કાઉન્ટીએ ત્રીજી મેચ બાદ તેના પર આજીવન પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો. જોકે હજુ સુધી ઇસીબીએ કોઈ મજબૂત પગલાં લીધા ન હતા. જો કે, હવે જાર્વો 69 તરીકે ઓળખાતા આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ઇંગ્લેન્ડની ટીમ બીજા દિવસે બેટિંગ કરી રહી હતી. જ્યારે ઉમેશ યાદવ ઇનિંગની 34 મી ઓવર કરી રહ્યો હતો. ત્યારે જાર્વો બોલ સાથે મેદાન પર દોડતો જોવા મળ્યો હતો. ઉમેશ યાદવે તેને જોઇને રોકાઇ ગયો અને પાછળ હટી ગયો હતો. જાર્વો ઝડપથી દોડીને આવ્યો હતો અને બોલ ફેંક્યો હતો. આ દરમિયાન, તે નોન-સ્ટ્રાઈકર છેડે ઉભેલા જોની બેયરસ્ટો સાથે ટકરાયો હતો. બેયરિસ્ટો આ પછી ખૂબ જ ગુસ્સે અને આશ્ચર્યથી જોવા લાગ્યો હતો. આ હરકત બાદ યોર્ક શાયર ક્રિકેટે તેની પર બેન લગાવી દીધો છે.