સંયુક્ત રાષ્ટ્ર(UN) અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા તાલિબાનના મુલ્લા બરાદરે (Mullah Baradar) રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સ (Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs) સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે (Taliban spokesman Mohammad Naeem) ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.

બીજી બાજુ, માર્ટિન ગ્રિફિથ્સે ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં જરૂરિયાતવાળા લાખો લોકોને નિષ્પક્ષ માનવતાવાદી સહાય અને સુરક્ષા પૂરી પાડવાની યુએનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે મેં તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અને જાણીતા પત્રકાર ફહીમ દશતી રવિવારે પંજશીર પ્રાંતમાં લડાઈમાં માર્યા ગયા હતા. ફહીમ દશતી અહમદ મસૂદનો સહયોગી પણ હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *