ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો, મૃત્યુઆંક શુન્ય યથાવત્

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદમાં 9 કેસ નોંધાયા. તો વડોદરા અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 2 અને ભાવનગર, ગીરસોમનાથમાં 1-1 કેસ નોંધાયો. રાજ્યના કુલ 28 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. તો લાંબા સમયબાદ રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 152 થયા છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધીને 7 થઇ છે.

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 6 લાખ 1હજાર લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 76 હજાર 644 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં 66 હજાર 857 લોકોએ રસી મુકાવી. આ તરફ વડોદરામાં 24 હજાર 829 અને રાજકોટમાં 24 હજાર 368 લોકોએ રસીકરણ કરાવ્યું. રાજ્યમાં કુલ 4 કરોડ 97 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

દેશમાં નોંધાતા દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના 30 હજાર 164 કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 4.41 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં 42 હજાર 946 લોકો સાજા થયા છે. દેશમાં હજુ પણ 3.85 લાખથી વધુ કેસ સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *