ઓવલમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
ધ ઓવલ ટેસ્ટ જીતી ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. અહીં ભારતીય ટીમને 50 વર્ષ પછી જીત મળી છે. ટીમ ઇન્ડિયાએ 1971માં છેલ્લી વખત ઓવલમાં ટેસ્ટ મેચ જીતી હતી. 50 વર્ષ બાદ વિજય સાથે ભારતીય ટીમે આ ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ મેળવી છે. તેણે આ સિદ્ધિ માત્ર 24 મેચમાં મેળવી હતી. તેણે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો. કપિલ દેવે 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી.