શિલ્પાએ ઘણા સમય બાદ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, સકારાત્મક વિચારો પણ કર્યા રજુ

શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી થોડા દિવસો જાહેરમાં આવતી નહોતી તેમજ પોતાના કમિટમેન્ટોથી પણ દૂર રહી હતી. પરંતુ પછીથી તે સામાન્ય જીવન જીવવાના પ્રયાસો કરી રહી છે. તે ફરી ટેલિવિઝનના શો સુપરડાન્સર ચારમાં નિર્ણાયક તરીકે જોવા મળી રહી છે. શિલ્પા ફક્ત પોતાની કારકિર્દીમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. વારંવાર તે સકારાત્મક પોસ્ટ કર્યા કરે છે. પોતાનો તેમજ પોતાના પ્રશંસકો અને યુઝર્સોનો ઉત્સાહ વધારતી રહે છે. શિલ્પા મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ પર મોટિવેશનલ ક્વોટસ, સંદેશાઓ, યોગને લગતા વીડિયોઝ અને નોટ્સ શેર કરે છે.હાલમાં  તેણે પોતાની એક તસવીર શેર કરીને પોસ્ટ લખી છે.

શિલ્પાએ સોશિયલ મીડિયા પરથી યોગ કરતી હોય તેવી તસવીર શેર કરી છે. જેની સાથે લખ્યું છે કે, આપણા વિચારો જ આપણા જીવન પ્રત્યેના અપ્રોચને શીખવાડે છે. આપણે કઇ રીતે આપણને મળેલી સફળતાનો આનંદ લઇએ છીએ અને કઇરીતે હારનો અફસોસ કરીએ છીએ. શું જીવનમાં સફળ થઇજવાથી કે પછી કોઇ મનગમતી વસ્તુ મળી જવાથી તમારા વિચારો બદલાઇ જતા હોય છે અથવા તો તમે અન્ય લોકોથી વાતચીત કરવાનું ઓછું કરી નાખો છો ?કે  પછી હાર અથવા તો નિષ્ફળ થવાથી જીવન જીવવા જેવું નથી રહ્યું તેમ લાગે છે ?

તે વધુમાં આગળ લખે છે કે,તમે જો તમારા વિચાર અને મગજને કાબુમાં રાખી શકતા હો, આસપાસની  દુનિયા તમને ઇમોશનલી તોડી રહી હોય તો તમે એને જંગ સમજીને લડો. કદી જીત અન હારને તમારા પર હાવી ન થવા દેશો, જીવનમાં સઘળું કાયમી રહેતું નથી કામચલાઉ જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *