આજે ગણેશ ચતુર્થી: શ્રીજીની સ્થાપના અને વિસર્જનની શાસ્ત્રોક્ત વિધિ વિશે જાણીએ..

ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી (vinayak chaturthi) અથવા વિનાયક ચોથ (vinayak choth) પણ કહે છે. ભારતમાં આ તહેવાર (Ganesh Chaturthi festival) ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ તહેવારની લોકો ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોવે છે. આ તહેવારની 10 દિવસ ખૂબ હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસના સમયગાળા દરમિયાન 16 શાસ્ત્રવિધિ (Ganesh chaturthi puja vidhi) કરવામાં આવે છે. તેમાંથી મુખ્ય 4 શાસ્ત્રવિધિ વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠા

દીપ પ્રજ્વલિત કર્યા બાદ અને સંકલ્પ લીધા બાદનું આ પહેલુ કાર્ય છે. મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશને આમંત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ પંડાલ, મંદિર અથવા ઘરમાં સ્થાપિત મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. મૂર્તિને પ્રતિષ્ઠિત કરવાની આ એક શાસ્ત્રવિધિ છે.

ષોડશોપચાર
ત્યારબાદ ભગવાનની 16 ચરણમાં પરંપરાગત પૂજા કરવામાં આવે છે. સંસ્કૃતમાં શોદશાનો અર્થ છે, કે ભગવાનની સેવાભાવે ભક્તિ કરવી.
ગણેશજીના ચરણને ધોઈને મૂર્તિને પંચામૃત (દૂધ, ઘી, મધ, દહીં, ખાંડ)થી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ સુગંધિત તેલ અને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ નવા વસ્ત્ર (ઉત્તરીય સમર્પણ)- ફૂલ, ચોખા (અક્ષત) માળા, સિંદૂર અને ચંદન ચઢાવવામાં આવે છે. ત્યારબાદ મોદક, સોપારી, નારિયેળ (નૈવેદ્ય), અગરબત્તી પ્રગટાવીને, દીવો, ભજન અને મંત્રોનું ઉચ્ચારણ કરીને મૂર્તિને અલંકૃત કરવામાં આવે છે અને શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે.

ઉત્તરપૂજા
વિસર્જન પહેલા આ પ્રક્રિયા કરવામાં આવે છે. ખૂબ જ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે લોકો આ ઉત્સવમાં ભાગ લે છે. પંડાલ, મંદિર અને ઘરમાં ખૂબ જ ખુશીથી આ ઉત્સવની ઊજવણી કરવામાં આવે છે. નૃત્ય અને આતશબાજી કરવામાં આવે છે. મંત્ર આરતી, સુંદર પુષ્પ અને જાપ સાથે બાપ્પાનું વિસર્જન કરવા માટે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જે માટે પહેલા આરતી, પુષ્પાંજલિ અને ત્યારબાદ પ્રદક્ષિણા કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન
ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણેશજીની મૂર્તિ જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે. ત્યારબાદ આગામી વર્ષે બાપ્પા જલ્દી આવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. વિસર્જન સમયે જોરશોરથી ‘ગણપતિ બાપ્પા મોરયા, પુરચ્ય વર્ષિ લૌકરિયે’ બોલવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *