તારક મહેતાના બબીતાજી અને ટપુડો રિયલ લાઇફમાં છે પ્રેમમાં!

ટેલવિઝનનો લોકપ્રિય શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વિશે જાણવા દર્શકો ઉત્સુક હોય તે સામાન્ય છે. પરંતુ આ વખતે વાત કાંઇ અલગ જ વધુ રસપ્રદ છે.

શોમાં બબીતા જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપુડાનું પાત્રભજવનાર રાજ  પ્રેમમાં હોવાની ચર્ચા છે. વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે, મુનમુન ૩૩ વર્ષીયની છે જ્યારે રાજ ૨૪ વર્ષનો છે. બન્નેની વયમાં ખાસ્સો નવ વરસનનો તફાવત છે.

રિપોર્ટના અનુસાર, મુનમુન અને રાજ રિયલ લાઇફમાં પ્રેમમાં છે. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને સોશિયલ મીડિયા પર પણ એક-બીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા હોય છે.સોશિયલ મીડિયાના યુઝર્સોએ તેમને ઘણી વખત ટ્રોલ  પણ કર્યા છે. સૂભોનું કહેવું છે કે, મુનમુન અને રાજના પરિવાર આ રિલેશન વિશે જાણે છે.એટલું જ નહીં સીરિયલની પૂરી ટીમને પણ આ વાતની જાણ છે.

ચર્ચા તો એવી પણ છે કે, બન્ને પોતપોતાના સંબંધને લઇને ગંભીર છે. તેમજ સેટ પર પોતાના પ્રેમનું સમ્માન પણજાળવે છે. એટલું જ નહીં સીરિયલની ટીમ પણ તેમના પ્રેમને માન આપે છે અને મજાક નથી ઉડાવતી. જોકે હજી સુધી મુનમુન દત્તા અને રાજે પોતાના સંબંધને લઇને કોઇ સત્તાવારઘોષણા કરી નથી. બન્ને પોતાના રિલેશનને જાહેરમાં સ્વીકારતા નથી તેમજ ઇનકાર પણ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે, રાજ સાલ ૨૦૧૭થી આ સીરિયલમાં જોવા મળી રહ્યો છે. જ્યારે મુનમુન દત્તા ૨૦૦૮થી આ સીરિયલમાં કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *