ભાગ્યે જ કોઈ એવા લોકો હશે, જેનો પનારો ફાટેલી નોટ સાથે થયો ન હોય. કેટલીય વાર બેંક જ ગ્રાહકોને આવી ફાટેલી આપતી હોય છે અથવા તો એટીએમમાંથી ફાટેલી નોટ નિકળે છે.
જો કે મોટા ભાગની બેંક એ નથી માનતી કે ફાટેલી નોટ તેના દ્વારા ગ્રાહકો આપવામાં આવી છે. પણ જો ગ્રાહકો ફાટેલી નોટને લઈને ફરિયાદ કરે તો શું બેંક આ નોટને બદલી આપે ખરાં. આ સવાલનો જવાબ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ. એસબીઆઈએ એક ગ્રાહકના સવાલનો જવાબ આપતા કહ્યુ કે, બેંકમાં નોટની ગુણવત્તા ચકાસવા માટે અત્યાધુનિક નોટ સોર્ટિંગ મશીન દ્વારા કરવામાં આવે છે. તેથી તેમાં ફાટેલી કે તૂટેલી નોટ નિકળવાની સંભાવના નહીંવત છે. તેમ છતાં પણ જો આપની પાસે આવી કોઈ નોટ આવે તો આપ અમારી શાખામાં તેને બદલી શકો છો.
આપને વિનંતી છે કે, આપ આપના નામ અને રજીસ્ટ્રેશન નંબર સાથે ડાયરેક્ટર મેસેજ શેર કરો. અમને આપની મદદ કરવામાં આનંદ થશે. મહેરબાની કરીને ધ્યાન આપશો કે, બેંક કારણ વગર કોઈના પણ પેમેન્ટ રોકતી નથી. આપની સમસ્યા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ફાટેલી અને તૂટેલી નોટને લઈને RBI તરફથી સમય સમયે સર્કુલર પણ જાહેર કરવામાં આવે છે. આવી રીતે નોટને આપ સરળતાથી કોઈ પણ બેંક બ્રાન્ચ અથવા રિઝર્વ બેંક કાર્યાલયમાં બદલી શકો છો. રિઝર્વ બેંકના નિયમો અનુસાર એક વ્યક્તિ એક વખતમાં વધારેમાં વારે 20 નોટ એક્સચેંજ કરાવી શકે છે. આ નોટોની વધારેમાં વધારે વેલ્યૂ 5000થી વધારે હોવી જોઈએ નહીં.
રિઝર્વ બેંક તરફથી નક્કી કરવામાં આવેલા સેન્ટર પર એક્સચેંજ કરાવાથી ગ્રાહકોને કોઈ ચાર્જ નથી આપવો પડતો. 20થી વધારે નોટોને એક રસીદના બદલામાં સ્વિકાર કરવામાં આવે છે. તેની ચુકવણી બાદમાં થાય છે. તેના માટે બેંક આપની પાસેથી આરબીઆઈએ નક્કી કરેલી ફીસ વસુલે છે. જો એટીએમમાંથી ફાટેલી કે તૂટેલી નોટ નિકળે તો, તેને બદલવા માટે આપે તેની બેંકમાં અરજી કરવાની રહેશે, જે બેંકના એટીએમમાંથી આ નોટ નિકળી છે. આ અરજીમાં પૈસા નિકળવાની તારીખ, સમય અને એટીએમ લોકેશન લખવાનું રહે છે. સાથે જ આપને પૈસા નિકાળવાની સ્લિપ અટેચ કરવાની રહેશે. જો આપની પાસે સ્લિપ નથી તો પછી મોબાઈલમાં પૈસા ઉપાડ્યાનો જે મેસેજ આવ્યો તે બતાવાનો રહેશે. હકીકતમાં જોઈએ ત, આરબીઆઈના જણાવ્યા અનુસાર કોઈ પણ બેંક ફાટેલી નોટ બદલાની ના પાડી શકે નહીં. આ પ્રક્રિયામાં વધારે સમય પણ નથી લાગતો.
SBIએ જણાવ્યુ છે કે, https://crcf.sbi.co.in/ccf/ under General Banking// Cash Related categoryમાં આપની ફરિયાદ પણ કરી શકો છો. આ લિંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ માટે છે.