જીઓ ફોન નેક્સ્ટ (Jio Next)ને લોન્ચ કરવાની રાહ જોઈ રહેલા લોકો માટે ખબર છે ટેક દિગ્ગજ Google અને jio દ્વારા સંયુક્ત રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ ફોન 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ નહિ થાય. એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન વર્તમાનમાં એડવાન્સ ટ્રાયલ સ્ટેજમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફોનનું વર્તમાનમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરી શકાય છે. દિવાળી સુધી આ રોલ આઉટ કરવામાં આવશે. લોન્ચમાં મોડું થવા પાછળનું કારણ ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડક્ટરની કમીને જણાવવામાં આવી રહ્યું છે.
બહુપ્રતિક્ષિત સ્માર્ટફોનને ભારતીય બજારમાં આવવામાં થોડો સમય લાગશે. જિઓ ફોન નેક્સનું એલાન જૂનમાં આયોજિત થયેલ 44મી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM દરમિયાન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ જીઓ અને ગુગલના કરાર હેઠળ જઈ રહ્યા છે આ 4G સ્માર્ટફીનને ખુબ સસ્તો જણાવવામાં આવી રહ્યો છે.
હાલમાં જ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપની ફોનના વેચાણ માટે પોતાના રિટેલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી પ્લાન તૈયાર કરી રહ્યા છે. જીઓ ફોન નેક્સ્ટ અલ્ટ્રા-અફોર્ડેબલ 4G સ્માર્ટફોન સિંગલ રિયર કેમેરો અને ફ્રન્ટ કેમેરા સેટઅપ સાથે માર્કેટમાં આવી શકે છે. ફોન 2GB અને 3GB રેમના બે ઓપ્શન સાથે આવી શકે છે. ફોન Android ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ હશે. જિઓ નેક્સ્ટ ફોન શાનદાર કેમેરા અને એન્ડ્રોઇડને સપોર્ટ કરશે. એ ઉપરાંત, ફોનમાં 16GB અથવા 32 GB eMMC 4.5 સ્ટોરેજ આપવામાં આવશે.
જીઓ ફોન નેક્સ્ટની કિંમત 3500 રૂપિયાની રેન્જમાં હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ દેશના લગભગ 54 કરોડ લોકોને પોતાનો ટાર્ગેટ માની ચાલી રહ્યું છે. દેશમાં એટલા લોકો પાસે ફીચર ફોન, જીઓ ફોન અને સ્માર્ટફોન છે. એની કિંમત 100 ડોલરથી ઓછી જણાવવામાં આવી રહી છે. જો હાલના ટેરિફના હિંસાબે બેઝિક ફોન યુઝર જીઓ ફોન નેક્સ્ટના યુઝરના રૂપમાં કન્વર્ટ થાય છે, તો અલગ બે વર્ષ એટલે 2023 સુધી રિલાયન્સના રેવન્યુમાં 10% વધારો થઇ શકે છે.
રિલાયન્સ જીઓના 2 પ્રીપેડ રિચાર્જ પ્લાનને બંધ કરવામાં આવ્યા છે. 39 અને 69 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ નથી. એવામાં ઉમ્મીદ વ્યક્ત કરવામાં આવી છે કે લોન્ચિંગ સાથે જીઓના નવા પ્લાનનું પણ એલાન કરી શકે છે.