ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ સામે નાગરિકોને ફરિયાદ રહેતી જ હોય છે. પોલીસની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા રહે છે. દેશનો ભાગ્યે જ કોઇ એવો નાગરિક હશે જેને પોલીસ સામે ફરિયાદ ન હોય અથવા તો પોલીસની કામગીરી સામે સંતોષ હોય. અત્રે નોંધનીય છે કે, પોલીસની કામગીરીને સુધારવા માટે અનેક સુધારાત્મક પગલાઓ પણ ઉઠાવતા હોય છે. જો કે સૌથી નિમ્ન સ્તરનો સ્ટાફ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ રોફ જમાવવામાંથી અને અયોગ્ય વર્તન કરવામાંથી ઉંચા નથી આવતા.
અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા. સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફીક પોલીસની દાદાગીરી અને દંડની વસુલાતના નામે વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો વારંવાર મળતી હતી. જેના પગલે હવે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક પોલીસ દંડ નહી વસુલે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ૈતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે પરંતુ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.
વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રોટેશન પ્રમાણે ફરજ પર રાખવામાં આવશે. વાહન ચાલકોને આ નિર્ણયના કારણે ખાસ કરીને રિંગરોડ પરથી પસાર થતા ખટારા અને હેવી વાહનોના ચાલકોને મોટી રાહત થશે. આ સમગ્ર રોડ પર તહેનાત થનાર પોલીસને ન તો મેમો બુક આપવામાં આવશે ન તો તેમને કોઇ POS મશીન કે અન્ય કોઇ પણ પ્રકારની સત્તા આપવામાં આવશે. .