CM ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપ્યા નિર્દશ : મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર કડક

મુંબઈના સાકીનાકામાં બળાત્કારની ઘટના બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે સાંજે મુંબઈ પોલીસ અધિકારીઓની (Police Officer)મહત્વની બેઠક બોલાવી હતી. ફરીથી આવી કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોલીસને કેટલીક મહત્વની સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસને ખૂબ જ સાવચેત રહેવું પડશે જેથી સલામત શહેર (Safe City)તરીકે મુંબઈની છબી કોઈ પણ રીતે ખરાબ ન થાય.

ફાસ્ટ ટ્રેકમાં કેસ, એક મહિનામાં ચાર્જશીટ દાખલ કરવા સૂચના

મુખ્યમંત્રીએ સાકીનાકામાં 34 વર્ષીય મહિલા પર થયેલા બળાત્કારના કેસમાં પોલીસને એક મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા અને ચાર્જશીટ (Charge sheet)દાખલ કરવા જણાવ્યું છે. ઉપરાંત મહત્ત્વની સૂચના આપી હતી કે આ મામલામાં વિશેષ સરકારી વકીલની નિમણૂક કરીને મામલો ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વ્યવસ્થા કરવા નિર્દશ કર્યા છે.

પોલીસ પેટ્રોલિંગ વધારવા સુચના

મુખ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં મહિલાઓની પ્રવૃતિઓ છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યાં મહિલાઓ પર હુમલો થવાની શક્યતા હોય ત્યાં સુરક્ષા માટે પોલીસ દળની તૈનાતી વધારવી. ઉપરાંત જણાવ્યુ હતુ કે, દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીઓનો (Women police officer)સમાવેશ થવો જોઈએ અને નિર્ભયા ટીમ પણ તૈયાર થવી જોઈએ.

મહિલાઓને પુરતી સુરક્ષા આપવા નિર્દશ

મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ હતુ કે, જો કોઈ નિરાધાર અને એકલી મહિલા રસ્તાઓ પર જોવા મળે તો તરત જ તેને સલામત સ્થળે લઈ જાઓ. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની (NGO)પણ મદદ લેવી જોઈએ. ઉપરાંત મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા કે જે વ્યક્તિઓ પર જાતીય શોષણ અથવા મહિલાઓ સાથે અત્યાચાર માટે કેસ નોંધાયા છે તેવા લોકો પર સતત દેખરેખ રાખવા જણાવ્યુ છે.

શહેરમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા સુચના 

સીએમ ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કહ્યુ કે, ગુના અટકાવવા અને ગુનેગારોને શોધવા માટે સીસીટીવી ફૂટેજ ખૂબ અસરકારક છે. આવી સ્થિતિમાં મહત્ત્વના સ્થળોએ વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા જોઇએ. મુખ્યપ્રધાને શહેરમાં વધુ કોઈ રેપની ઘટના ન બને તે માટે પોલીસને મહિલાઓની સુરક્ષા વધારવા નિર્દશ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *