ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની બદલાતી દિશા હંમેશા જે-તે રાશિના જાતકને અસર કરે છે. જેના સારા અને નરસા ફળો તે જાતકને ભોગવવા પડે છે. ત્યારે દેવગુરૂ બૃહસ્તિ 14 સપ્ટેમ્બરે પોતાની રાશિ ધનમાંથી શનિ દેવની રાશિ મકરમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં તેઓ 20 નવેમ્બર સુધી રહેશે. ત્યાર બાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂ ગ્રહ હાલ કુંભ રાશિમાં વક્રિ ચાલ ચાલી રહ્યો છે.
14 સપ્ટેમ્બરે ગુરૂ મકર રાશિમાં પરિવર્તન કરશે ત્યારે શનિ દેવ સાથે જોડાણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, વિવાહ, વૃદ્ધિ, ગુરૂ, સંતાન વગેરે માટે શુભ માનવામાં આવે છે. આ વિશાળ ગ્રહને ધન અને મીન રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ એક શુભ અને જ્ઞાની ગ્રહ છે. ગુરૂને કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નિમ્ન માનવામાં આવે છે. ગુરૂ ભાગ્ય, વિવાહ અને પ્રસિદ્ધિ આપવામાં ફળદાયી છે. ગુરૂ મકર રાશિમાં આવે તો તમામ રાશિઓ પર આ પરિવર્તનનો શુભ-અશુભ પ્રભાવ પડશે. પરંતુ 5 રાશિઓ પર ગુરૂના આ પરિવર્તનનો પ્રભાવ શુભ રહેશે. આ પાંચ રાશિઓ આ પ્રમાણે છે:
મેષ રાશિ
ગુરૂના પ્રભાવથી તમારી આર્થિક બાબતો વધુ મજબૂત બનશે. ધન મળવાની સંભાવના હશે. આ સમયગાળા દરમિયાન સમાજમાં તમારી ખ્યાતિ વધશે અને લોકોમાં તમને માન-સન્માન મળશે. આ ઉપરાંત જો તમે નોકરીની શોધમાં છો તો તમારી શોધ આ દરમિયાન પૂરી થશે. આ સમય તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થઇ શકે છે.
સિંહ રાશિ
આ સમય દરમિયાન તમારી પ્રોપર્ટીમાં વધારો થવાની સંભાવના છે. આ દરમિયાન તમે ધર્મ-કર્મના કાર્યોમાં સફળતા મેળવી શકશો. લગ્ન લાયક જૂથ માટે વિવાહની વાત આગળ વધશે. તો સાથે જ કાર્ય-વેપારમાં પણ સફળતા મળવાના યોગ બનશે.
વૃશ્વિક રાશિ
આ સમય દરમિયાન તમે કોઇ નવું વાહન કે ચલ-અચલ સંપત્તિ ખરીદી શકો છો. ધન સંબંધી શુભ સમાચાર મળશે. ગુરૂ દેવની કૃપાથી તમે દરેક કાર્યમાં સફળતા મેળવશો. પ્રવાસ કરવો તમારા માટે શુભ સાબિત થશે.
ધન રાશિ
આ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. જોકે પ્રેમ સંબંધમાં અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથી સાથે સંબંધમાં થોડી ખટાશ આવી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે નિડરતાથી તમારા મંતવ્યો બીજા સામે રાખી શકશો. નોકરી-ધંધામાં ખૂબ પ્રગતિ થશે.
મીન રાશિ
ધન કે અન્ય પ્રકારના આર્થિક મામલામાં ફાયદો થઇ શકે છે. કોઇ પણ કાર્યમાં ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે. આ સમય ખૂબ સારો વીતશે. આ દરમિયાન તમારું ભાગ્ય ચમકશે, જેથી તમને અનેક ક્ષેત્રોમાં લાભ મળશે.