Share Market : SENSEX 58,482.62 સુધી ઉછળ્યો

ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 58,482 પોઈન્ટ ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટીએ 17,420 પોઈન્ટ પર કારોબાર શરુ કર્યો હતો . સવારે ૯.૧૫ વાગ્યાના અરસામાં સેન્સેક્સ 225 અંક વધીને 58,402.26 પર અને નિફ્ટી 61 અંક વધીને 17,416.25 પર કારોબાર કરી રહ્યા છે.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર વધી રહ્યા છે અને 3 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. જેમાં બજાજ ફાઇનાન્સનો શેર 1%ઉપર કારોબાર કરી રહ્યો છે.

BSEમાં 2,099 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,516 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 503 શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 127 અંક ઘટીને 58,177 અને નિફ્ટી 14 અંક ઘટીને 17,355 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજાર આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં 5 દિવસના ઘટાડાની બાદ DOW કાલે 260 અંક વધ્યો હતો Nasdaq અને S&P 500 માં સીમિત દાયરામાં કારોબાર કરી રહ્યા છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.32% પર છે. ઓગસ્ટમાં મોંઘવારી દર 5.2% રહેવાનું અનુમાન છે.

આજે એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 32.00 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. નિક્કી 0.38 ટકાના વધારા સાથે 30,562.42 30,292.84 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.31 ટકાની મજબૂતાઈ દેખાડી રહ્યું છે. તાઇવાનનું બજાર 0.08 ટકા ઘટીને 17,431.67 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે જ્યારે હેંગસેંગ 1.78 ટકા ઘટીને 25,738.53 ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.13 ટકાના નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

આજે બે સ્ટોક લિસ્ટ થશે:-
Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની આ હેલ્થકેર કંપનીના શેરની ફાળવણી કરવામાં આવી છે અને તેનું લિસ્ટિંગ આજે થઇ રહ્યું છે. સૂત્રો અનુસાર વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું લિસ્ટિંગ આજે 14 સપ્ટેમ્બરના થશે. કંપનીનો ઇશ્યૂ સંપૂર્ણ ઓફર ફોર સેલ હતો જેના કારણે રોકાણકારોને તે ખાસ પસંદ આવ્યું ન હતું. કંપનીના ઇશ્યૂને માત્ર 4.5 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.

Ami Organics IPO: સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એમી ઓર્ગેનિક્સનો IPO આજે 14 સપ્ટેમ્બરે બજારમાં લિસ્ટ થઇ રહ્યો છે. આ આઈપીઓને લગભગ 64 ગણું વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે અને લિસ્ટિંગ પહેલા તેની કિંમત આઈપીઓના ભાવ કરતાં 157 રૂપિયાના પ્રીમિયમમાં પહોંચી ગઈ છે. ગ્રે માર્કેટમાં એમી ઓર્ગેનિક્સના શેર 610 ના IPO ભાવની સામે 25 ટકા એટલે કે 767 રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યા છે. શેરબજારમાં લોન્ચ થયા બાદ કંપની આરતી ઇન્ડસ્ટ્રીઝ, હાઈકલ, વેલિયન્ટની, વિનાટી ઓર્ગેનિક્સ, ન્યૂલેન્ડ ઓર્ગેનીક્સ અને અતુલની લીગમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *