Zomatoના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ આપ્યું રાજીનામું

ફૂડ ટેક કંપની ઝોમેટોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓ પૈકી એક ગૌરવ ગુપ્તાએ રાજીનામું (Gaurav Gupta resignation) આપી દીધું છે. તેમણે કંપની છોડ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા સામે આવી છે. ગૌરવે વર્ષ 2015માં ઝોમેટો જોઇન કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ 2018માં તેમને પ્રમોશન આપીને ચીફ ઓપરેટિંગ ઓફિસર (Zomato Chief operating officer) બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2019માં તેમને ઝેમેટોના ફાઉન્ડર (Zomato founder)નું સ્થાન આપવામાં આવ્યું હતું. Zomatoનો શેર સોમવારે NSE પર 0.95 રૂપિયાના વધારા સાથે 144.10 રૂપિયા પર અને BSE પર 0.90 રૂપિયાના વધારા સાથે 144.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે રાજીનામાની કોઈ જ અસર કંપનીના શેર પર જોવા મળી નથી.

 

ઝોમેટો આ વર્ષે જ માર્કેટમાં લિસ્ટ થઇ છે. કંપનીનો IPO લોન્ચ કરવામાં ગૌરવે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેવામાં અચાનક ગુપ્તાના રાજીનામાંથી રોકાણકારો અને મીડિયામાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. થોડા દિવસ પહેલા જ ઝોમેટોએ ગ્રોસરી અને ન્યૂટ્રાસેટિકલ બિઝનેસથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ગૌરવના રાજીનામાના સમાચાર સામે આવ્યા.

ઝોમેટોના કો-ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે (Deepinder Goyal – Founder & CEO – Zomato)  જણાવ્યું કે, “હજુ ખૂબ લાંબો સફર પસાર કરવાનો બાકી છે અને હું આભારી છું કે આપણને આગળ લઇ જવા માટે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે.”

ની કન્ટ્રોલને સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલ અને કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તા વચ્ચે થોડા સમય પહેલા વિવાદ સર્જાયો હતો. ગૌરવે શરૂ કરેલા તમામ બિઝનેસ લગભગ બંધ થઇ ચૂક્યા છે. તેની પાછળનું કારણ ગૌરવ ગુપ્તાએ શરૂ કરેલ બિઝનેસ સારૂ પ્રદર્શન ન કરી રહ્યા હોવાનું જણાવાય છે.

ગુપ્તાએ પોતાના ઇન્ટર્નલ મેઇલમાં કહ્યું કે, છેલ્લા 6 વર્ષ બાદ તે ઝોમેટોમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. કંપનીના બ્લોગમાં જણાવ્યા અનુસાર ગુપ્તાએ મેઇલમાં ઝોમેટોના એક્ઝિક્યુટિવને કહ્યું કે, ‘ઝોમેટોને આગળ ધપાવવા હવે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે અને મારા માટે એક નવો વૈકલ્પિક રસ્તો અપનાવવાનો સમય આવી ગયો છે. આ લખતી સમયે હું ખૂબ ભાવુક છું અને મને નથા લાગતું કે હું શબ્દોમાં જણાવી શકું કે હાલ હું કેવું અનુભવી રહ્યો છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *