Naseeruddin Shah: મુદ્દાઓ પર બોલવાથી બચે છેં ત્રણેય ખાન

ફિલ્મો ઉપરાંત બોલિવૂડના પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ ઘણી વખત તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જરા પણ ખચકાતા નથી છે. હવે તેઓ તેમના નવા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે બોલિવૂડના શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વિશે ઘણું બોલ્યું છે.

નસીરુદ્દીન શાહે તાજેતરમાં એક અંગ્રેજી ન્યુઝ ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ અને તેમાં કામ કરતા મુસ્લિમ કલાકારો વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.નસીરુદ્દીન શાહે બોલીવુડના ત્રણ ખાન પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો પોતાને એટલા મોટા અભિનેતા માને છે કે તેઓ ઘણા મુદ્દાઓ પર કશું બોલતા નથી.

નસીરુદ્દીન શાહે કહ્યું, “તેઓ (સલમાન, શાહરૂખ અને આમિર) તે ઉત્પીડનને કારણે ચિંતિત છે જેનો તેમને શિકાર બનાવામાં આવશે. તેમની પાસે ઘણું ગુમાવવાનું છે. તે માત્ર નાણાંકીય સતામણી જ નહીં હોય અથવા અમુક જાહેરાતો ગુમ કરવા સુધી મર્યાદિત નહીં હોય પરંતુ દરેક રીતે પરેશાન કરવામાં આવશે. નસીરુદ્દીન શાહે કહ્યું કે જે પણ બોલવાની હિંમત કરે છે તેને હેરાન કરવામાં આવે છે.

પીઢ અભિનેતાએ કહ્યું, “તે માત્ર જાવેદ (અખ્તર) સાહેબ કે મારા સુધી મર્યાદિત નથી, જે પણ દક્ષિણપંથી માનસિકતા વિરુદ્ધ બોલે છે, તેની સાથે પણ આવું જ થશે.” નસીરુદ્દીન શાહ માને છે કે મુસ્લિમ હોવાને કારણે તેમને ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી પરંતુ તેમને અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સને તેમના મનની વાત કરવા માટે દરેક જગ્યાએ પરેશાન કરવામાં આવે છે.

નસીરુદ્દીન શાહ લગભગ પાંચ દાયકાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગનો ભાગ છે અને ‘નિશાંત’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’, ‘અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યો આતા હૈ’, ‘ જુનૂન ‘,’ મંડી ‘,’ અર્ધ સત્ય ” જાને ભી દો ‘જેવી કેટલીક બહેતરીન ફિલ્મો પણ કરી છે. તેમને તેમની ફિલ્મો માટે પણ સન્માનિત કરવામાં આવ્યા છે

આ સિવાય નસીરુદ્દીન શાહે ફિલ્મ ઉદ્યોગ અને કલાકારો વિશે ઘણી વાતો કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં નસીરુદ્દીન શાહે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પરત ફરવાની ઉજવણી કરતા ભારતીય મુસ્લિમોના એક વર્ગની ટીકા કરી હતી અને તેને ખૂબ જ ખતરનાક ગણાવી હતી. તાજેતરમાં ઉર્દૂમાં રેકોર્ડ કરાયેલા વિડીયોમાં અભિનેતાએ ‘હિન્દુસ્તાની ઇસ્લામ’ અને વિશ્વના અન્ય ભાગોમાં પ્રચલિત પ્રથાઓ વચ્ચેનો તફાવત દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *