આજે છે પરિવર્તની એકાદશી, જાણો શું છે તેનું મહત્વ

હિંદુ ધર્મમાં એકાદશીનું  (Ekadashi) ખાસ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પ્રતિ માસ બે એકાદશી તિથિ આવે છે. પહેલી એકાદશી તિથિ કૃષ્ણ પક્ષ અને બીજી એકાદશી શુક્લ પક્ષમાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર, ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ 16 સપ્ટેમ્બરે શરૂ થાય છે.  પરિવર્તની એકાદશી વ્રત 17 સપ્ટેમ્બરે, શુક્રવારે રાખવામાં આવશે.ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી, જલજીરણી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ તિથિએ ભગવાન વિષ્ણુ ચતુર્માસના શયન દરમિયાન પોતાનું પડખું ફરે છે. એટલે કે ભગવાન વિષ્ણુની શયન અવસ્થામાં પરિવર્તન થાય છે. તેથી તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે.

પરિવર્તની એકાદશને તમામ દુખોથી મુક્તિ આપનાર તિથિ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. તેથી આ એકાદશીને ડોલ ગ્યારલ પણ કહે છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે રાજા બલિથી ભગવાન વિષ્ણુએ વામન રૂપમાં તેમનું બધુ જ દાનમાં માંગી લીધું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઇને પોતાની પ્રતિમા ભગવાન વિષ્ણુએ સોંપી દીધી હતી. આ જ કારણે તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે.

સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને મંદિરમાં દિપ પ્રગટાવો. ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરો અને પુષ્પ અને તુલસીના પાન અર્પિત કરો. શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો અને ભગવાનની આરતી કરો. ભગવાનને ભોગ અવશ્ય લગાવો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે અને ભોગમાં તુલસીને અવશ્ય સામેલ કરો. કહેવાય છે કે તુલસી વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરો અને ધ્યાન ધરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *