પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું શાંઘાઈ સહયોગ સંગઠનને સંબોધન

SCOમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન આપતા જણાવ્યુ કે,અફઘાનિસ્તાનની સ્થિતિ (Afghanistan Condition) બાદ પડકારો વધી ગયા છે, તેમજ વધતી કટ્ટરતા પણ ચિંતાનો વિષય છે.ઉપરાંત તેમણે SCOના સભ્ય તરીકે ઈરાનનું સ્વાગત કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આ બેઠકને સંબોધન કરતા કહ્યુ કે, આ વર્ષે SCO ની 20 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં કહ્યું કે, આ શુભ પ્રસંગે નવા મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છેએ ખુશીની વાત છે ,SCO ના નવા સભ્ય દેશ તરીકે ઈરાનનું સ્વાગત છે. ઉપરાંત તેમણે ત્રણ નવા સંવાદ ભાગીદારો, સાઉદી અરેબિયા(SAudi Arbia), ઇજિપ્ત અને કતારનું પણ સ્વાગત કર્યુ હતુ.

ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ‘એસસીઓની 20 મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે આ સંસ્થાના ભવિષ્ય વિશે વિચારવાનો યોગ્ય સમય છે. હું માનું છું કે આ ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસ-ખાધ સાથે સંબંધિત છે. અને આ સમસ્યાઓનું મૂળ કારણ વધી રહેલી કટ્ટરતા છે. અફઘાનિસ્તાનમાં તાજેતરની સ્થિતિથી(Afghanistan Condition)  વધુ પડકારો સર્જાયા છે.

ભારત અને SCO માં જોડાયેલ લગભગ તમામ દેશોમાં ઇસ્લામ સાથે સંકળાયેલી ઉદાર, સહિષ્ણુ અને સમાવેશી પરંપરાઓ છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, એસસીઓએ (SCO Organization) તેમની વચ્ચે મજબૂત નેટવર્ક (Network) વિકસાવવા માટે કામ કરવું જોઈએ. ઉપરાંત તેમણે આ સંદર્ભમાં SCO ના RATS મિકેનિઝમ દ્વારા કરવામાં આવી રહેલા ઉપયોગી કાર્યની પ્રશંસા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો આપણને જણાશે કે મધ્ય એશિયાનો પ્રદેશ(Asia Region)  ઉદાર, પ્રગતિશીલ સંસ્કૃતિઓ અને મૂલ્યોનો ગઢ રહ્યો છે. સૂફીવાદ જેવી પરંપરાઓ અહીં સદીઓથી વિકસિત થઈ અને સમગ્ર પ્રદેશ અને વિશ્વમાં ફેલાઈ ગઈ. આ પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં તેમની છબી હજુ પણ જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *