અનંત ચૌદશના દિવસે જ શા માટે કરાય છે ગણેશ વિસર્જન?

ભાદરવા માસની શુક્લ પક્ષની ચૌદશને અનંત ચતુર્દશી(Anant Chaturdashi 2021) કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના (lord Vishnu) ભક્તો ઉપવાસ કરે છે અને પૂજા દરમિયાન પવિત્ર દોરો બાંધે છે. આ વ્રત કરવાથી અનેક ગણું શુભ ફળ મળે છે. કહેવાય છે કે સતત 14 વર્ષો સુધી આ વ્રત કરવાથી વ્યક્તિને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન (Ganesh Visarjan) પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ વ્રત વિશે અને સાથે જ આ દિવસે જ ગણેશ વિસર્જન શા માટે કરાય છે તેની પાછળનું કારણ..

અનંત ચૌદશ પૂજા મૂહુર્ત – સવારે 06.08 વાગ્યાથી 20 સપ્ટેમ્બર,2021 સવારે 05.28 વાગ્યા સુધી

સમયગાળો -23 કલાક અને 20મિનીટ

ભાદરવા માસની શુક્લ પક્ષની ચૌદશને અનંત ચતુર્દશી(Anant Chaturdashi 2021) કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના (lord Vishnu) ભક્તો ઉપવાસ કરે છે અને પૂજા દરમિયાન પવિત્ર દોરો બાંધે છે. આ વ્રત કરવાથી અનેક ગણું શુભ ફળ મળે છે. કહેવાય છે કે સતત 14 વર્ષો સુધી આ વ્રત કરવાથી વ્યક્તિને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન (Ganesh Visarjan) પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ આ વ્રત વિશે અને સાથે જ આ દિવસે જ ગણેશ વિસર્જન શા માટે કરાય છે તેની પાછળનું કારણ. આપને જણાવી દઇએ કે આ વર્ષે અનંત ચતુર્દશી 19 સપ્ટેમ્બર, 2021ના રોજ મનાવવામાં આવશે.

અનંત ચૌદશ શુભ મૂહુર્ત અનંત ચતુર્દશી રવિવાર, 19 સપ્ટેમ્બર-2021

અનંત ચૌદશ પૂજા મૂહુર્ત – સવારે 06.08 વાગ્યાથી 20 સપ્ટેમ્બર,2021 સવારે 05.28 વાગ્યા સુધી

સમયગાળો -23 કલાક અને 20 મિનિટ

અનંત ચતુર્દશી પ્રારંભ – 19 સપ્ટેમ્બર,2021એ સવારે 05.59 કલાકે

અનંત ચતુર્દશી સમાપ્તિ – 20 સપ્ટેમ્બર, 2021એ સવારે 5.28 કલાકે

ચતુર્થીના દિવસે સ્થાપિત કરાયેલ ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે, તેની પાછળ એક પૌરાણીક કથા છે. જે દિવસે વેદવ્યાસજીએ મહાભારત લખવા માટે ગણેશજીને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યુ હતું તે દિવસે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિ હતી. કથા સંભળાવતી સમયે વેદવ્યાસજીએ આંખો બંધ કરી લીધી અને ગણેશજીને સતત દસ દિવસ સુધી કથા સંભળાવતા રહ્યા અને ગણેશજી લખતા રહ્યા. 10માં દિવસે વેદવ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે એક જગ્યાએ બેસીને સતત લખતા-લખતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું છે. એવામાં વેદવ્યાસજીએ ગણપતિને ઠંડક આપવા માટે ઠંડા પાણીમાં ડૂબકી લગાવડાવી. જ્યાં વેદવ્યાસજીના કહેવા પર ગણપતિ મહાભારત લખી રહ્યા હતા, ત્યાં પાસે જ અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ છે. જે દિવસે સરસ્વતી અને અલકનંદાના સંગમમાં વેદવ્યાસજીએ ડૂબકી લગાવડાવી તે દિવસ અનંત ચતુર્થીનો દિવસ હતો. આ જ કારણ છે કે ચતુર્થી પર સ્થાપિત ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે.

જ્યારે કે તાંત્રિક વિષયો પર આધારિત ગ્રંથ મંત્રમહાર્ણવ અને મંત્ર મહોદધિમાં ઉલ્લેખ કરાયો છે કે, ગણેશજીની સ્થાપના મનોકામના અનુસાર કરો અને 10 દિવસો સુધી સાધના કર્યા બાદ તેમને વિસર્જીત કરો.

ગણેશ વિસર્જનના શુભ મૂહુર્ત 2021

સવારે (ચલ, લાભ, અમૃત) – સવારે 07.39 વાગ્યાથી બપોરે 12.14 વાગ્યા સુધી

બપોરે( શુભ) – બપોરે 01.46 વાગ્યાથી 03.18 વાગ્યા સુધી

સાંજે( શુભ, અમૃત, ચલ) – સાંજે 06.21 વાગ્યાથી રાત્રે 10.46 વાગ્યા સુધી

રાત્રે (લાભ) – 20 સપ્ટેમ્બર સવારે 01.43 વાગ્યાથી સવારે 03.11 વાગ્યા સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *