ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે(IMD)આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં(Gujarat)પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની(Rain)આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે…મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી તો વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને રાજકોટમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે વડોદરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી.

તો વરસાદ સાથે રાજ્યના કેટલાક જળાશયોની જળસપાટીમાં પણ વધારો થયો છે.નર્મદા ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક છે અને જળસપાટી 121.54 મીટરે પહોંચી છે. સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ 32.20 ફૂટે પહોંચ્યો છે અને ડેમ ભયજનક સપાટીથી 1.80 ફૂટ દૂર છે. અરવલ્લીના વાત્રક જળાશયની જળસપાટી વધી છે અને જળસપાટી 130.90 મીટર પર પહોંચી છે. જ્યારે પંચમહાલનો હડફ ડેમ સંપૂર્ણ ભરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *