રાજ્ય સરકાર: 21મી સપ્ટેમ્બરથી સામાન્ય લોકોને સચિવાલય તેમજ સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ

ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કારણે પ્રવેશ પાસની બંધ કરવામાં આવેલી પ્રથા ફરી શરૂ કરી દેવામાં આવશે. 21મી સપ્ટેમ્બરથી સામાન્ય લોકો પ્રવેશ પાસ કાઢાવીને સચિવાલય તેમજ સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ મેળવી શકશે. મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો સચિવાયલમાં મંત્રીઓ અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાથી મળી શકે તેવાં પ્રજાહિતકારી અભિગમનથી નવા સચિવાલય સંકુલ અને સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી મુલાકાતીઓને કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન SOPનું ફરજિયાત પાલન કરવા અપીલ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇ પણ હાલાંકી વિના સરળતાથી તેઓ મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓને મળી શકે તેવા હકારાત્મક ભાવથી મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાનના દિશા નિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે, ‘મંગળવારના રોજ તારીખ 21 સપ્ટેમ્બર 2021થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.’ મહત્વનું છે કે, હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-2020થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મૂકવામાં આવેલા નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર મંગળવાર તા. 21મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-1 અને ગેટ નં-4 મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *